________________ 14 > આદર્શ મુનિ. ઉમદા બનાવવામાં બેદરકારી શા માટે ? એમના ઉપદેશ, સત્સંગ અને ચારિત્રના પ્રભાવથી આદર્શ ગૃહસ્થ બનવાને અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો હોય તે પછી એ અવસર ગુમાવ કેમ? એ અવસર ગયા એટલે સત્યાનાશ વળી ગયું. ભારતવર્ષની આધુનિક દશામાં આપણે એક એવા સમાજની આવશ્યક્તા છે કે જે પોતાના સચ્ચરિત્ર અને સદવ્યવહારથી જગતમાં એ વિશ્વાસ ઉત્પન્ન કરે કે પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં આદર્શ ગ્રહસ્થો હતા, તેવાજ આદર્શ પુરૂષે અત્યારે પણ લભ્ય છે. જૈન સમાજ પિતાના આદર્શ સાધુઓના સત્સમાગમથી એ સમાજ થઈ શકે. પરંતુ જે આ કાર્ય તે ન કરે તો સંસારનું તેનું કર્તવ્ય અધુરૂં રહે અને જૈનધર્મને શ્રેષ્ઠ અને નિર્મળ સિદ્ધાંતને પ્રકાશ એળે જાય. જૈન સાધુને આદર્શ ઘણો ઉંચે છે, અને આધુનિક કાળમાં પણ તે સર્વોચ્ચ છે. મેં કઈ દિવસ કેઈને પણ એમ કહેતાં નથી સાંભળ્યું કે કેઈ જૈન સાધુએ કોઈપણ વખત, કેઈપણ જીવને ત્રાસ આપ્યા હતાં. જૈન સાધુ કાઈ પણ પ્રકારનાં વ્યસને રાખતા નથી, કદ કેઈની પાસે દુધ ઘીની માગણી કરતા નથી. કેઈને ઘેર ધરાઈને પેટ ભરીને) ખાતો નથી, કદિ દ્રવ્યની ભિક્ષા માંગતો નથી, પરંતુ પોતાના નિયમ મુજબ માત્ર ભેજન, કેટલેક ઠેકાણેથી ભિક્ષા માગી લાવે છે. વળી જ્યારે અથવા જે કઈ સ્થાને પોતાના નિયમનુસાર કંઈ પણ મળતું નથી તે ભૂખ્યા રહે છે. જૈન સાધુ પ્રાણીઓ ઉપર કે બીજા પ્રકારની સ્વારી કરતા નથી પરંતુ સેંકડો ગાઉની યાત્રા પગપાળે કરે છે. અને પગમાં પગરખાં કે