________________ આદર્શ અનિ. < -~-~~-~~-~~~-~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 11 ~~~ ~~~~~~~-~ ~ -~ ઈતિહાસકારો કહે છે કે સાહિત્ય જેટલું પ્રાચીન હશે, તેટલું તે અશ્લિલ અને ગંદુ હશે. જૈન સાહિત્ય આ ઉક્તિનું ખંડન કરે છે. દુનિઆમાં ઘણાજ છેડા ઈતિહાસવેત્તાઓ હશે કે જેમણે જૈન સાહિત્યનો યચિત અભ્યાસ કર્યો હોય, જ્યારે આ સાહિત્ય પૂરેપૂરી રીતે પ્રકાશમાં આવશે, ત્યારે ઘણાખરા પ્રચલિત ઘર કરી બેઠેલા વિચારોમાં પરિવર્તન થશે. આમ તે જૈન સાહિત્યમાં તત્ત્વજ્ઞાન, નિતિક વિચાર તથા ધર્મસિદ્ધાંત વિગેરે અનેક બાબતો છે. પરંતુ ચારિત્ર સંગઠન એની સાચી સંપત્તિ છે. સાધુસંત તેમજ સંસારીએને માટે ઉત્તમેત્તમ કેટિનાં ચારિત્રે આદર્શ લેખાય છે. ચારિત્ર સંગઠનને આદિમંત્ર આ રહ્યા - સા પવિત્તેર નક્ષત્ર: ". જે મહાન, ઉજજવલ, અને નિર્મલ છતાં ભવ્ય આદર્શ જૈનધર્મે પિતાની સમક્ષ રાખે છે, તેની પરાકાષ્ઠાએ સાંસારીક જૈન સમાજ પહોંચ્યું છે કે નહિ? આને નિર્ણયાત્મક ઉત્તર આપો મુશ્કેલ છે, છતાં એટલું તો નિઃસંકોચપણે કહી શકાય કે જૈન સાધુઓએ આ આદર્શને યથાર્થ રીતે, પૂર્ણ કર્યો છે. સંસારી અને ત્યાગી જૈનમાં આસમાન જમીનનું અંતર છે. એક ઉત્તર ધ્રુવમાં છે ત્યારે બીજો દક્ષિણ ધ્રુવમાં છે. નગરમાં કે ગામડાંઓમાં જ્યાં નજર નાખીએ ત્યાં જૈન સાધુએ એક અદ્વિતીય અને વિલક્ષણ વ્યક્તિ માલુમ પડે છે. એના જેવા બીજા હોતા નથી. તેની બરાબરી કરવાને કઈ દાવ કરી શકતું નથી. તેના એ અદભુત રૂપમાં પલટાઈ જવું એ વૈરાગ્યની પરાકાષ્ઠા છે,