________________ આદર્શ મુનિ તે વખતથીજ તીવ્ર અને હૃદયંગમ હતી. તેથી તે શ્રાવકેને ફરીથી વ્યાખ્યાન સાંભળવાની વૃત્તિ થઈ. પરંતુ ગુરૂદેવની સેવામાંથી વિમુખ ન રહેવાને સબબે તેઓ ભાનપુરા, રામપુરા, મણાસા તથા નીમચ થઈ જાવરે પધાર્યા. ત્યાં કેટલાક દિવસે ગાળી તેમને સં. ૧૯૫૩નો ચાતુર્માસ ફરીથી પોતાના ગુરૂજી પાસે રામપુરામાં આવી કર્યો. આ ચાતુર્માસ દરમ્યાન તેઓ તેમની બુદ્ધિ અનુસાર જ્ઞાન ધ્યાન શીખ્યા; પછીથી ચાતુર્માસ સમાપ્ત થતાં ફરીથી ગુરૂની સાથે જાવરા ગયા. જાવરે વારંવાર આવવા જવાનું પ્રયોજન તે એ હતું કે ત્યાં આપણા ચરિત્રનાયકના પરદાદા ગુરૂ રતનચંદજી મહારાજ) વિરાજતા હતા. તેમનાં દર્શન તથા સેવા કરી તેમને સંવત્ 1954 ને ચાતુર્માસ ગુરૂદેવની સાથે બડી સાદડી (મેવાડ)માં કર્યો, ત્યાં પણ તેમને જ્ઞાન–ધ્યાનમાં ખુબ વધારે કર્યો. ઈ છે.