________________ આદશ મુનિ. પ્રત્યુત્તરમાં ચોથમલજીએ કહ્યું કે હાલમાં તો હું તેની સેવા કરીશ. આમ કહી ત્યાંથી વિદાય થયા, અને જયપુર ગયા. ત્યાં ઝવેરી કાશીનાથજીને ત્યાં મુકામ કર્યો. ત્યાંથી નિમ્બાહેડા (ટેક) ગયા. જ્યાં હીરાલાલજી મહારાજ વિરાજમાન હતા. તેમનાં દર્શન કરી શાસ્ત્ર, પાત્ર, ઓઘો પુંજણી, વસ્ત્ર વિગેરે લઈ જાવદ (ગ્વાલિયર) ગયા. ત્યાં પૂજ્ય ચોથમલજી મહારાજ તથા શ્રીલાલજી મહારાજ વિરાજતા હતા. પૂજ્ય ચૈથમલજી મહારાજે તેમને કહ્યું. “તું મારી પાસે દીક્ષા લઈ લે.” આ પ્રમાણે શ્રી લાલજી મહારાજે પણ કહ્યું. ત્યારે તેમણે વિચાર કર્યો કે ચૈથમલજી મહારાજ તો વયેવૃદ્ધ છે અને શ્રીલાલજી મહારાજ બાબરીયા છે, તેથી દીક્ષા તે તેમની પાસે લેવી જોઈએ. આપણુ ચરિત્રનાયકમાં બાળપણથી જ એક ગુણ વિશેષરૂપે તરી આવતો હતો, તે આ સ્થાને લખવું અપ્રરતુત તે નહિજ ગણાય. તે ગુણ એ કે તેમના તરફ એક વાર જોતાં કોઈ પણ માણસનું સહેજે તેમના તરફ આકર્ષણ થતું, આનું કારણ તેમની વિદ્વત્તા, ચતુરાઈ, શાન્તવૃત્તિ તથા ધાર્મિક ભાવના હતી. જે કઈ તેમને મળતું, તે તેમને ખૂબ પ્રેમભાવથી ચાહતું. તેમનામાં જે ગુણોને સમાવેશ થયો હતો, તે બચપણથી જ ઉતરી આવ્યા હતા. તેને લીધે તો ઉપર જણાવ્યા મુજબ પ્રત્યેક વ્યક્તિ તેમને સહૃદય ચાહતી હતી. ઉત્તમ વસ્તુ કેને અપ્રિય લાગે છે? દરેક જણ ઈચ્છે છે કે તે પોતાની પાસે આવે, વારૂ. ઓઘા પાત્ર વિગેરે જાવદમાં મૂકીને તેઓ ફરીથી નિમ્બાહેડે આવ્યા ત્યાંથી હીરાલાલજી મહારાજની સાથે કેરી (ક) આવ્યા અને નિમ્બાહેડેથી પુલચંદજી તથા ભેગીદાસજી, ચૈથમલજીને દીક્ષા આપવાની આજ્ઞા લેવા પ્રતાપગઢ ગયા. ત્યાં