________________ આદર્શ મુનિ. આલેખેલા ચરિત્ર ઉપર વિહંગાવલેન કરી ગયે છું, તેઓશ્રી જે સંપ્રદાયના અનુયાયી છે, તેની આધુનિક પરિસ્થિતિ * જોતાં મને એમ કહેવાની ફરજ પડે છે કે તેમણે પિતાના જાહેર વ્યાખ્યાનોથી જૈનધર્મના મુખ્ય સિદ્ધાંતને જે જાહેરાત આપી પ્રકાશમાં આણ્યા છે, તેને માટે તે સંપ્રદાય તેમને અત્યંત ઋણી છે. માનવી માનસ શાસ્ત્રીને તેમણે ઉડે અભ્યાસ કર્યો હોય એમ લાગે છે અને પિતાના વિચારે જનતાના અંતરમાં સાસરા ઉતારવાને તેઓ શક્તિ ધરાવે છે. જ્યાં જ્યાં તેઓશ્રી પધારે છે, ત્યાં પોતાના ઘણું ખરા સમકાલીન પ્રચારકોની માફક જુના વિચારના શ્રોતાઓ સમક્ષ સામાજીક સુધારા ઉપર ઉપદેશ આપવાને તિલાંજલિ આપતા નથી, તે તેમનું ગૌરવ વધારનાર કહી શકાય. ગ્રંથમાં મુનિશ્રીના કેટલાક પરમ ભક્ત જેન તથા જૈનેતર રાજાઓ અને ધનિકેની તસ્વીર તથા પરિચય આપેલાં છે. મને વિશ્વાસ છે કે તેઓને એ ઉપદેશ આપવામાં આવ્યું હશે કે સાચી સેવા માનવી દેહ અગર તેની મૂર્તિ - અથવા તેની તસ્વીરનું પૂજન કરવામાં સમાયેલી નથી, પરંતુ આત્મ-વિલેપન તથા આત્મભેગ મારફતે તે મહાન જગન્નિયંત્તાના કાર્યને પરિપૂર્ણ કરવામાં પ્રાણભૂત બનવામાં છે. આ મહાન મુનિ મહારાજના પ્રભાવશાળી ઉપદેશથી ગમે. તેવા નિર્ધન હોવા છતાં જેમણે જનતાને મોખરે આવી જૈન તને પ્રકાશમાં આણ્યાં છે તેવાઓની અનેક તસ્વીર બીજી આવૃત્તિમાં હું જેવાને ભાગ્યશાળી થાઉં, એવી મારી અભિલાષા છે.