________________ રચી શકે તે હવે અહીં બે સવાલ આ આવે છે પ્ર- (1) ચારિત્રથી રાગદ્વેષ શી રીતે જાય અને (2) ચારિત્રથી રાગદ્વેષ ગયા તે પછી તવબેધન શી જરૂર રહે? ઉ– આ બેય સવાલનાં સમાધાન સરળ છે જુઓ - (1) ચારિત્રથી વિષયેના રાગ દ્વેષ શી રીતે જાય? ચારિત્ર એટલે હિંસાથી માંડી પરિગ્રહનાં પાપને ત્યાગ છે, પ્રતિજ્ઞાબધ્ધ ત્યાગ છે, એટલે મનથી પણ એની અપેક્ષા છોડી દીધી છે, મનને એવું રાખ્યું નથી કે “આમ તે હિંસા નહિ કરું, પરંતુ કાંઈક એવે અવસર આવે તે હિંસા કરવી પડે.” ના, હવે તે પ્રતિજ્ઞાથી જીવનભર માટે હિંસા ન જોઈએ એ નિર્ધાર છે. એમ પરિગ્રહને પણ પ્રતિજ્ઞાબધુ ત્યાગ એ રાખે છે કે “રાતા પૈસાને ય પરિગ્રહ જીવનભર માટે ત્યાગ. હું પરિગ્રહ રાખું નહિ, રખાવું નહિ અને રાખતાને સારા માનું નહિ.' વિષયે ખાતર તે માણસ હિંસા-જૂઠ-અનીતિ વગેરે પાપ કરે છે, એટલે હવે જ્યારે સમજીને જ હિંસાદિ છેડયા તે સહેજે પેલા વિષયેના રાગ દ્વેષ મૂકી દીધા. મહાવતેથી આવા ભીષ્મ ત્યાગ હોય ત્યાં