________________ ETRI આદર્યો તે આદર્યો, પરંતુ સાધુ થયા પછી પણ જાતનું સંભાળી બેસી રહેવાને સહેલે માર્ગ પડે મૂકા, અને સાધુની સેવા–ભક્તિ–વૈયાવચ્ચ કરવાને કઠણ માર્ગ આદર્યો. તે કર્મસત્તાએ ઈનામ કેવુંક આપ્યું? તો કે “જાઓ પુણ્યાનુબંધી પુણ્ય લઈ અનુત્તર વિમાનમાં. ત્યાં દેવ થઈ પછી એવા ભરત ચકવતી થાઓ કે તમને છ ખંડના બત્રીસ હજાર દેશની મેટી ઠકરાઈ મળે છતાં એ તમારા દિલને એવી અડે નહિ, દિલને એવું પાગલ ન કરે, કે અહે! 32 હજાર દેશનું મારે સમ્રાટપણું? 14 રતન ? નવનિધાન ? 1 લાખ 92 હજાર રાણીએ ? અહો અહે ! બસ, આ જ મારે સર્વ સ!” એમાંથી માથું ઊંચું કરી પરલેક-બરલેક કશું જેવાનું નહિ, આવી દિલને પાગલતા નહિ; પરંતુ દિલ સદા વૈરાગી, આ વિચાર પર કે “અરે! ક્ષણે ક્ષણ રાગ કરાવનાર આ છ ખંડ વગેરેના જંગી સરંજામમાં ક્ષણે ક્ષણ રાગ કરી કરી મારા આત્માની હિંસા થઈ રહી છે! તે પરભવે મારું શું થશે?” વૈભવ-વિલાસમાં રાગના અધળિયા સહેલાં, પણ વૈરાગ્યની અને પરલક-ભયની જાગૃતિ કઠણ. છતાં એવા મેટા ચક્રવતને નિત્ય વૈરાગ્ય ! નિત્ય જાગૃતિ! આ મળી? કહે, કહે, પૂર્વભવે ચક્રવતીના