________________ 37 ત્યાં કદાચ કઈ પૂછે કે પ્ર- શી રીતે નીચે ડુબાય છે? ઉ૦- “ચરણ-કરણવિહીણે બુઈ સુબહુપિ જાણું. ચરણ અને કરણ વિનાને એટલે કે ધર્મના મૂળ ગુણો અને ઉત્તર ગુણ વિનાને જીવ નીચે ડુબી જાય છે. પછી ભલે એ બહુ સારે પણ જાણકાર હોય. શ્રાવક ધર્મના મૂળ ગુણો સમ્યકત્વ સહિત અહિંસા સત્ય વગેરે પાંચ અણુવ્રત, એ ચરણ” કહેવાય; અને એના પર જિનભક્તિ સહિત દિશા પરિમાણ વગેરે ત્રણ ગુણવ્રત તથા સમાધિકારિ ચાર શિક્ષાવ્રત એ “કરણ” કહેવાય. આ ચરણ-કરણ એટલે કે ધર્મનું આચરણ, ધર્મના આચાર-વિચાર જીવનમાં ન હોય તે પછી ભલે ધર્મની મોટી જાણકારી હોય છતાં એ સંસારમાં નીચે ડૂબી જાય છે, અર્થાત્ સપાટી પરના મનુષ્ય ભવમાંથી સમુદ્રની અંદરના ડૂબા ડૂબના નીચા તિર્યંચગતિના અવતારમાં ચાલ્યા જાય છે. જ્ઞાનીએ કેવી લાલબત્તી ધરી? તમે ગમે તેટલા તત્ત્વના મોટા જાણકાર હો, પરંતુ જીવનમાં ધર્મના મૂળ-ઉત્તર ગુણોનું આચરણ જે નથી તે તમે નીચે