SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૮ ધર્મસાધના વખતે આ એક સાવધાની જોઈએ કે કઈ પ્રકારની આહાર સંજ્ઞા-વિષયસંજ્ઞા–પરિગ્રહસંજ્ઞા નિદ્રાસંજ્ઞા-ભયસંજ્ઞા, યા કે ધસંજ્ઞા-માનસંજ્ઞા વગેરે પાપસંજ્ઞા નડી ન જાય. ધર્મસાધન વખતે પાપસંજ્ઞાને સુવાડી રાખવાની, જાગવા જ નહિ દેવાની. કદાચ મનમાં આવી જાય તે તરત શુભ ભાવનાથી એને ખંખેરી નાખવાની, નહિતર સંજ્ઞાની દખલથી સાધનામાં અખંડ ચિત્ત અખંડ ' ઉલ્લાસ નહિ રહે. દા. ત. વ્યાખ્યાનમાં બેઠા છે, ભૂખ લાગી, ત્યાં જે ભેજનના વિચાર આવ્યા, તે વ્યાખ્યાનના વિષયમાં મન સ્થિર નહિ રહે. તેથી ત્યાં સંજ્ઞા આ વિચારી દાબવી જોઈએ કે “જીવ! ભજન તે અનંતા કર્યા, એ શું તારશે? તારણહાર તે જિનવાણું છે.” એમ દા. ત. પ્રભુદર્શન કે ચૈત્યવંદન વખતે કઈ પ્રભુની આડે ઊભે ત્યાં કેધસંજ્ઞા ઊઠવા જાય, પરંતુ તે જ વખતે આવી કોઈ શુભ ભાવનાથી એને દાબી દેવાની કે– અહે! આ ભાગ્યશાળી સંસારની જંજાળથી અત્યારે બચી પ્રભુદર્શને આવ્યું છે, એ મારે ભાઈ છે, તે ભલે આમ પણ ઊભું રહીને પ્રભુદર્શન કરે. આ ભાવ રાખું તે મને સાધર્મિક વાત્સલ્યને અવસર
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy