________________ 26 દ્રવ્ય દાન-ધર્મ ન થયે, પરંતુ એના અંતરમાં ભાવથી દાનધર્મ યાને દાનધર્મની પરિણતિ જવલંત ઊભી છે. એને પર મદાર રાખી સુલસાએ લક્ષપાક તેલના શીશા ફેડનાર દાસી પર લેશ પણ ગુસ્સે ન ર્યો, કિન્તુ નીતરતી ક્ષમા અને દયા રાખી. પિતાનું ધર્મ સવ જરાય ચલિત ન થવા દીધું ! સુલસા ધર્મની સાથે ધર્મને મર્મ પકડનારી હતી. ભાવધર્મની જેમ ધર્મના પાયાના ગુણ એ પણ ધર્મને મર્મ છે. રામમાં પાયાના ગુણ - રામચંદ્રજીને રાજ્યગાદી મળવાનું નક્કી થઈ ગયું હતું, કેમકે પિતા દશરથ રાજાને સંસારત્યાગ કરી ચારિત્ર લેવું હતું, અને રામ સૌથી મોટા અને સુગ્ય પુત્ર હતા એટલે સ્વાભાવિક છે કે એમને રાજ્યગાદી સેંપાય, અને સૌ મંજુર પણ કરે. પરંતુ કૈકેયીએ દશરથ તરફથી લગ્ન વખતે માગેલ વરદાનના ફળરૂપે અત્યારે પિતાના પુત્ર ભરતને રાજ્યગાદી સોંપવાનું માગ્યું; અને દશરથ રાજાએ જરાય આનાકાની વિના એ કબૂલ કરી લીધું. તથા રામને વરદાનની હકીકત કહી કહે છે “મેં ભરતને રાજ્યગાદી સોંપવાનું કબૂલ કર્યું છે.' અહીં રામચંદ્રજી જરાય વિરોધ ન કરતાં ઉપરથી