________________ 24 જિનેશ્વર ભગવાને સ્વયં આરાધેલ અને જગતને ઉપદેશેલ માર્ગમાં ભાવધર્મ સાથે દ્રવ્યધર્મ છે. ભાવધર્મ અહિંસાદિની તથા ક્ષમાદિની આત્મપરિણતિ છે, ને એ બાહ્ય દ્રવ્યધર્મને આંતરિક મર્મ છે. વીતરાગ જિનેશ્વર ભગવાનનાં ચરણ પકડીએ એટલે? એમની સાધનાના અને એમનાં વચનનાં આલંબને આ ભાવધર્મ હાથમાં લેવાને ને હાથમાં આવે એ સહજ છે. વીતરાગ પ્રભુનું આલંબન પકડીએ અને આપણા અંતરમાં શું રાગાદિને ધક્કો ન લાગે? રાગાદિ તોડવા જેસ ન આવે? ચાલવા શીખતું બાળક માતાને હાથ પકડી ચાલે એટલે એનામાં ચાલવાને જેસ આવે છે. મરૂદેવા માતા અષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થતાં પ્રભુની સામે ગયા અને પ્રભુએ એમને લાવ્યા નહિ, કે પ્રભુ ઊઠીને માતાની સામે ન ગયા, માતાને લેવા એક દેવતાને પણ મેક નહિ, તેથી માતાને બેટું લાગ્યું કે “જે દીકરાની ખાતર હું હજાર વરસ રેઈ એ મને બોલાવતા ય નથી?' પરંતુ માતા સરળ ભદ્રક પરિણામી જીવ હતા, તેથી તરત વિચાર્યું કે “અરે! જે અષભે મને બેલાવવી હતી તે એ ઘરમાં બેસી રહેત ને? પણ એના બદલે મને ઘરમાં મૂકીને પતે હજાર વરસ જંગલમાં રખડવાનું શું કામ