________________ અસારતા ઓર વધુ દઢ કરે છે, અને એવી સંસારની અસાધ્ય અસારતાને સુધારવાનુ આ વિરાગી લેશ પણ વિચારતા નથી. એટલે જ સિપાઈઓને કહે છે, ખસી જાએ ખસી જાઓ, કુમારને અડશે નહિ, નહિતર તમને મારા જીવના સમ છે. એટલે? કહેવાને ભાવ આ જ, કે “એને કાંઈ કરશો તે હું જીતે નહિ રહું. મારું મૃત્યુ દેખશે.” પૂછે ને - પ્રો- પણ એમને ચારિત્ર લેવું હતું ને ? કુમારની આડોડાઈમાં ચારિત્ર ક્યાંથી લેવાના? ઉ– પણ રાજા અહીં આવા પ્રસંગમાં ક્ષમા રાખવી અને દુશ્મનને ય મૈત્રી આપવી, એને ચારિત્રને સાર સમજે છે. એટલે એ સાર હાથમાં આવે એ ચારિત્ર જ હાથમાં આવ્યા બરાબર સમજે છે. વળી જે ચારિત્ર જ લેવું છે તે એની પૂર્વ ભૂમિકામાં આવે ગુસ્સો કરાય જ કેમ? ગુસ્સાથી ચારિત્રની ભૂમિકા જ નષ્ટ થઈ જાય. ધર્મના રહસ્ય સમજવા અને જીવનમાં ઉતારવા કઠિન છે. એટલે જ તમે ઉપર ઉપરથી ધર્મને જોવા જાઓ છે, અને એમાં આઘીપાછી થવાનું દેખે ત્યાં આકુળ-વ્યાકુળ થાઓ છે; ને ધર્મ તે બાજુએ રહ્યો,