________________ પાપ સંતાપથી ઝાંઝરિયા મુનિના ઘાતક રાજાને કેવલજ્ઞાન આવે એમાં આશ્ચર્ય કે અજુગતું કશું નથી પાપના પ્રબળ સંતાપથી ધર્મની સાધનામાં જોમ અને જેસ આવે છે. કેમકે પાપ પ્રત્યે ભારે ધૃણા થાય, ભારે અભાવ થાય, એટલે સહેજે પાપને પ્રતિપક્ષી ધર્મ પર ભારે સદુભાવ અને ચાહના થાય. “પાપ તદ્દન કરવા જેવા નહિ, એટલે ધર્મ બહુ જ કરવા જેવો.” એવું મનને લાગી જાય. દા. ત. જુઓ, પગ નીચે કીડી ચગદાઈ ટળવળે છે; ખબર પડી; ત્યાં જે એને પ્રબળ સંતાપ થયે તે અહિંસા ધર્મ પર ભારે ચાહના થાય; અહિંસા જ કરવા જેવી લાગે એટલું જ નહિ પણ હિંસા કરાવનારું હરવા-ફરવાનું મૂકી પ્રભુભક્તિ, સામાયિક, શાસ્ત્ર-સ્વાધ્યાય વગેરે ધર્મ કરવાનું મન થાય, એ કરવાની વૃત્તિ વધે. મનને થાય કે “બળ્યું આ હરવા-ફરવાનું ને મફતિયા શેખના કામ કરવાનું! એના કરતાં પ્રભુભક્તિ, સાધુસત્સંગ, વગેરે ધર્મપ્રવૃત્તિ સારી.” પાપને પ્રબળ સંતાપ પાપ પર ધૃણા કરાવે; ઉપરાંત પાપની પ્રેરક પ્રવૃત્તિ પર પણ અભાવ કરાવે; ને ધર્મપ્રવૃત્તિની સારી ચાહના ઊભી કરાવે, ધર્મ– પ્રવૃત્તિમાં વેગ લાવી દે. સુવત મુનિની રાજા પર દયા -