________________ 144 આ પરથી મનને એમ થાય ને કે માત્ર પાંચ કેડિઓથી ખરીદેલા ફલની પૂજામાં એવું તે શું ચમત્કાર હશે કે એનાથી 18 દેશનું સમ્રાટપણું મળે? એટલું જ નહિ પણ એમાં આવા જબરદસ્ત ત્યાગ કે દર ચોમાસામાં નિત્ય એકાસણું, 5 વિગઈ–ત્યાગ, લીલેતારી-ત્યાગ, સંપૂર્ણ બ્રહ્મચર્ય..એવું બધું શી રીતે મળે ? કુમારપાળ મહાન ધર્માત્મા કેમ બન્યા? - અહીં ઉપરોક્ત એ વિગતે પરથી આ બે તારવણ કાઢવાની કે (1) એક તે, પિતાની પૂર્વની વ્યસની અને લૂંટારાપણાની દુર્દશા પર તીવ્ર પશ્ચાતાપ ! કહે લોહીના આંસુ સારવાનું! (2) અને તેથી જ બીજું આ, કે દેવ-ગુરુ-ધર્મ મળ્યા પર અનહદ, અઢળક આનંદ! શ્રદ્ધા, શક્ય જ્વલંત આરાધના, એમાં અતિશય ગદગદભાવ, અહે અહો ભાવ, રોમાંચ અને અતિશય હરખના આંસુ ! (3) તેમજ ત્રીજી વાત આ, કે બધીય સાધના આરાધનામાં કેઈપણ પ્રકારની લૌકિક અભિલાષાઆશંસા નહિ, પણ કેવળ નિરાશસભાવ. ધર્મસાધનામાં મુખ્યપણે ભાવ ભજવનાર આ