________________ 137 સીતાજી કહે “એક તે મેં એને હંમેશાં સાડા ત્રણ હાથ આઘે રહેવા તાકીદ આપેલી, એટલે એ એટલે દૂર જ રહે. વળી હું નીચી મૂંડીએ જ બેસી રહેતી તેથી એ શાને દેખાય? કયારેક માથું થાકીને સહેજ ઊંચું થાય તે ય દષ્ટિ અડધી મીંચેલી, તે કયારેક એના પગને પજે માત્ર દેખાઈ જો.” પેલીએ કહે “તે એના પગને પંજે કેમ?” કેક વળી શું ? માણસના પગના પંજામાં શું જેવા જેવું હોય? પંજાને એક અંગુઠા ને ચાર આંગળા.' પેલીઓ કહે “તે જરાક ચીતરી બતાવે ને?” સીતાજી ભદ્રક છે, શેના પેટના પાપથી અજાણ છે, તેથી ભેળાભાવે કાગળ પર ચીતરી બતાવે છે. પિલીઓ માયાવી છે, તે છુપી રીતે એ ચિત્ર લઈ જઈ રામને બતાવતી કહે છે “જુઓ આ તમારી સતી પત્ની સીતા હજી રાવણના આ ચરણનું ધ્યાન કરતી બેસી રહે છે.” રામ ભેળા નથી, ઝટ કહી દે છે, “બેસો બેસો સીતાને હું તમારા કરતાં વધારે ઓળખું છું. આ તે કાંક પ્રપંચ કરી તમે એની પાસે આ ચિતરાવ્યું હશે.” બાકી તે એનું સતીત્વ કેવુંક કે લંકામાંથી હનુમાનજી તે એને ખભે ઊંચકી લાવવા તૈયાર હતા, છતાં