________________ 125 અને શીલનાં રક્ષણની કેળવણી આવી ? કે મહત્વ અને રક્ષા ઘટી ગયા છે? એમ સાંભળવા મળે છે કે આજે એક પિકચર–શની ટિકિટ અને આઈસ્ક્રીમ પાટીની લાલચ ખાતર સારા કુળની બેને પરપુરૂષ સાથે હરે ફરે ને એકાંત મીલન કરે છે ભલે, કદાચ દુરાચાર નહિ સેવતી હોય પણ પરસ્પરના અડપલાની એને અફસોસી નથી રહી? આ મામલે કયાં જઈ અટકશે? પરંતુ આશ્ચર્ય છે આજના કાળે પણ આર્યદેશની પેલી હલકી કેમની બાઈઓને મન શીલની મહત્તા હતી, તેથી ભલે અજાણતા પણ શીલ ભંગાયું તેથી માને છે કે “હવે કયા મેંઢ જીવવું? જગતને મેટું શું બતાવવું? ચાલે મોટું ન બતાવવું પડે માટે આપઘાત કરી લઈએ આપઘાત સિવાય બીજે રસ્તે નથી, તે બંને જણિયે ચાલીને ગઈ તળાવમાં ને ડૂબી મરી! ઉત્તમ કુળવાળી વધે? કે હલકા કુળવાળી? કહે, આર્ય સંરકૃતિ હૈયે વસી હેય એ ઉત્તમતામાં વધે. હવે અહીં બે પુરુષે મેડેથી જાગ્યા, અને જુએ છે તે પોતે પોતાના વિભાગને બદલે સામાના વિભાગમાં સૂતા છે, ને બાઈઓ દેખાતી નથી. ત્યાં સમાચાર મળ્યા કે બે બાઈઓ તળાવમાં ડૂબી મરી છે, એના મડદા બહાર કાઢયા છે. બંને જણ સમજી