________________ 106 વિચારધારા કલાક સુધી ચાલી શકે. દા. ત. જુઓ (4) કર્મના જ્ઞાનાવરણ દર્શનાવરણ આદિ મૂળ પ્રકાર, એ દરેકના ઉત્તર ભેદ 122 અથવા 158 નાં નામ, એ દરેકનું સ્વરૂપ, દરેકનું ફળ, એ વિચારવામાં, તે પછી 14 ગુણસ્થાનકમાં કેટલા ગુણઠાણ સુધી એ દરેક કર્મ બંધાય, કેટલા ગુણઠાણું સુધી ઉદયમાં વત, એ પાછું દરેક ગતિના જીવને આશ્રીને, વિચારવામાં આવે તે ખાસ સમય લે. ત્યાં ફજલ યા અહિતકારી વિચારોમાં મન જતું અટકે. (5) ત્યારે જેમ આ કર્મતત્વ છે, એમ 67 વ્યવહારવાળા સત્યકત્વ વગેરે પદાર્થ છે. તે સમ્યફવતા મૂળ 12 વ્યવહાર, અને પેટભેદથી 67 વ્યવહારનાં સ્વરૂપ, એમાં પાલનના ઉપાય, એ પાળનાર પૂર્વ પુરૂષનાં દૃષ્ટાન્ત, એ બધું વિચારવામાં પણ સમય સારો લાગે. એમ, (6) અરિહંત ભગવાનના 34 અતિશની વિચારણા પણ અદૂભુત વિચારણું છે. કમશઃ એકેક અતિશય ઉપરનું ચિંતન સળંગ લાંબુ ચાલે. વાત આ છે - “માનવભવમાં મળેલ અતિ દુર્લભ અને અતિ કિંમતી ધર્મ–આરાધનાને પુરૂષાર્થ કાળ, એની ક્ષણે ક્ષણ મારે લેખે લગાડવી છે,