________________ 14 પ્રભુનાં ચરણને કે મહાન ઉપકાર : પ્રભુને અંગુઠે એટલે ચરણ; એને મહિમા આ વિચારાય કે “પ્રભુ ! તમારા આ ચરણે અમારા પર કેટલે બધે ઉપકાર કર્યો કે તમને તે સાધનામાં જે અંતિમ સાધ્ય કેવળજ્ઞાન એ મળી ગયું હતું, તેથી હવે બહુ ફરવાનું કષ્ટ લેવાની તમારે કશી જરૂર નહેતી; છતાં આ ચરણથી પૃથ્વી પર ફરવાનું કષ્ટ ઉપાડીને અમારા જેવા કર્મ પીડિત દુખિયારા છે પર દર્શન અને દેશના દઈ દઈ બહુ ઉપકાર કરતા રહ્યા ! પ્રભુ ! કેવા ધન્ય તમારા ચરણ ! એને લાખ લાખ વાર વંદુ છું.” આ વિચાર કરી માનસિક રીતે એ ચરણે તિલક કરવાનું અને બે હાથ તથા મસ્તક લગાવી વંદન કરવાનું... પ્રભુના ઢીંચણને મહિમા - પછી બીજું અંગ જાનુ એટલે કે ઢીંચણ મન પર લઈ એને મહિમા આમ વિચાર - “પ્રભુ ! આપે ચારિત્ર લઈ ગુફામાં આરામથી બેસી ધ્યાન કરવાનું ન રાખ્યું પરંતુ ઢીંચણ બળે રાત દિવસ લગભગ કાર્યોત્સર્ગમાં ખડખડા રહી શુભધ્યાન સાધના કરી! કોઈ ભય આવે, આફત આવી, તે પણ ત્યાંથી ખસ્યા નહિ! ત્યાં ને ત્યાં આ ઢાંચણ-બળે ખડા રહ્યા,