________________ કેટલી બધી મને હૂંફ રહેત? એવું પ્રભુવિરહનું દુઃખ નથી ! કારણ, ભગવાન જવામાં આપણો કોઈ સ્વાર્થ ભંગાયો લાગતો નથી. ‘વિષયો પ્રતિકૂળ થતાં હું તો માનું કે કર્મના તંત્ર મુજબ ચાલનારા વિષયો જો મારા કહ્યામાં નથી મારા કબજામાં નથી તો એની ખાતર મારા અણમોલ ચિત્ત-રત્નને વિષયો ખાતર બગાડવાની જરૂર નથી. ઊલટું, એવા કષ્ટ પ્રતિકૂળતા વખતે શુભભાવોને ટકાવવા સત્સંગ, શાસ્ત્રવાંચન, ત્યાગ, તપસ્યા.... વગેરેને આરાધવામાં મન લગાડી દેવું જોઈએ; તેથી બાહ્ય ભાવો કે અંદરના દિલના ભાવ બગડે નહિ. જુઓ, ચંદનબાળા માથે મુંડાઈ, પગે બેડીએ જકડાઈ, ને ભોંયરામાં કેદ પૂરાઈ, તો એણે શું કર્યું ? પ્યારા મહાવીર ભગવાનનું દિલથી નામ રટતી અને પ્રભુના જીવનને દિલથી સંભારતી બેઠી. મનના અધ્યવસાય બગડ્યા નહિ, પ્રશસ્ત ચાલ્યા. શુક રાજાનું રાજય ગયું, પત્ની ય ગઈ, તો એ શત્રુંજય તીર્થાધિરાજની ગુફામાં જઈ શત્રુંજયનું ધ્યાન ધરતા બેઠા, શુભ અધ્યવસાયમાં ઝીલવા લાગ્યા. સતી દમયંતીને પતિ નળ રાજા જંગલમાં રાતના ઊંઘતી મૂકીને જતો રહ્યો. તો એ ય પર્વતની ગુફામાં શાંતિનાથ ભગવાનની માટીની મૂર્તિ બનાવી દર્શનપૂજા-ધ્યાન કરતી સાત વરસ રહી ! આપણે દુ:ખની બૂમ તો પાડીએ છીએ. પરંતુ આવું કાંઈક આવડે ? ત્યારે ખૂબી પાછી એ છે કે ધર્મનું આલંબન લેવાનું સારું કાંઈક નથી કરતા, તો તેથી કાંઈ દુઃખ ટળતું કે ઓછું નથી થતું. વધારામાં શુભભાવ કમાઈ લેવાના ગુમાવી દિલમાં તીવ્ર અશુભ ભાવોની હોળી સળગાવીએ છીએ, અને સંતાપના તાપમાં શેકાઈએ છીએ. બ્રાહ્મીની જેમ સુંદરીને દીક્ષા ન મળી તો 60 હજાર વર્ષ આયંબિલ કરતી બેઠી અંતે પાપ ટળ્યાં, પુણ્ય વધી ગયાં, તરત જ ભરત ચક્રીએ દીક્ષાની રજા આપી દીધી અને એણે તરત જ દીક્ષા લઈ લીધી. સુલતાને પતિની અસમાધિનું દુઃખ આવ્યું. અસમાધિનું કારણ પુત્ર નહોતો એ, સુલસાએ ધર્મ વધારી દીધો અધિક ત્યાગ, અધિક તપ, અધિક જિનમાયા. ઇંદ્ર એનાં ધર્મસત્ત્વના વખાણ કર્યા. દુઃખમાં કષ્ટમાં આપત્તિમાં દિલ ન બગડે, ભાવ ન બગડે માટે ધર્મનું આલંબન લેવું અર્થાત ત્યાગ-તપ-જિનભક્તિ વગેરેની આરાધના ચાલુ કરવી. ચાલુ હોય એમાં વધારો કરવો. જેથી શુભ અધ્યવસાય બન્યા રહે. ( 4 - તરંગવતી