________________ છે.ઇત્યાદિ પૂછતા. પણ યુવાનિયાઓમાં એ લાવવું ક્યાંથી? એનો સંતોષકારક જવાબ એકે ય જણ પાસેથી મળતો નહિ તેથી એને દીકરી આપવાની ના કહી દેતા. માગનારા મોટા શેઠિયા છતાં આ બાબતમાં જરાય શરમમાં તણાયા વિના હાથ જોડી કહી દેતા કે “માફ કરજો, દીકરી આપવાનો મારો વિચાર નથી.' પૂછશો, દીકરી મોટી થતાં સાવધાની : પ્ર.- તો શું શેઠને દીકરી મોટી થઈ ગયાનો વિચાર નહિ હોય? કુંવારી કન્યા તો સાપનો ભારો કહેવાય; તો શા સારુ વિલંબ કરતા હશે ? ઉ.- કન્યાને જલદી વરાવી દેવી એનો એ અર્થ નથી કે “કન્યાને જ્યાં ત્યાં વરાવી એને કૂવામાં ઉતારવી; કેમકે જેવો તેવો પતિ જો શીલવાન ન હોય, સંયમી ન હોય, તો એમાં તો દીકરીનો માત્ર આ જનમ નહિ, પણ જનમ જનમ બગડી જાય. અલબત દીકરીને ન પરણાવાય ત્યાંસુધી એને સારા સંયોગ સત્સંગ ને ધાર્મિક ક્રિયાઓમાં ઓતપ્રોત રાખવી જોઈએ, તેમજ સામાન્યથી એના જીવન અને બોલચાલ ઉપર અંકુશ, હિતશિક્ષા વગેરે આપતા રહેવું, તેથી એના મનને કોઈ ખોટા વિચાર આવે નહિ. ઋષભસેન શેઠે આ રાખ્યું હતું તેથી એમને તરંગવતી મોટી થતી જાય છે એમાં ભય જેવું નથી લાગતું; કેમકે એ કન્યા સુંદર ધાર્મિક જીવન જીવી રહી હતી છતાં એટલું ખરું કે તરંગવતીના પૂર્વના પ્રિયના વિરહના શોકમાં એને ચાંદની જેવી શીતલ પણ વસ્તુ હૃદયને સંતાપી રહી હતી. અતિ પ્રિય વસ્તુના વિયોગમાં બીજા સારા સુખસાધનો પણ અકારા લાગે છે. તરંગવતી કહે છે, પ્રિયતમના વિયોગમાં ઇષ્ટ વિષયો પણ શોક જગાવે છે. જો અરિહંત પરમાત્મા સાથે સંબંધ બાંધવો હોય, વધારવો હોય તો આ વચન કેટલું સુંદર છે ! આપણને પ્રિયતમ મહાવીર ભગવાનનો વિયોગ પડ્યો છે, તો એમાં તપાસવા જેવું છે કે (1) એક, તો શું એથી ચિત્તને ભારે વિહ્વળતા છે? અને (2) બીજું એ, કે અતિપ્રિય પરમાત્માના વિયોગમાં મનગમતા વિષયો શોક જગાવે છે ખરા ? પૂછો, પ્ર.- વહાલાના વિયોગમાં રૂડા રૂપ રસ શબ્દનો શો ગુનો કે એ શોક વધારે ? દુ:ખ વધારે ? 9 2 - તરગવતી