________________ (1) કર્મવિપાકનું અદ્ભુત સર્જન : કર્મપરિણતિ-કર્મવિપાક વિચિત્ર છે. જુઓ માતાના ઉદરમાં સંતાનનું શરીર એના અંગોપાંગ, ઇંદ્રિયો, અને અતિ સૂક્ષ્મ સૂક્ષ્મ જ્ઞાનતંતુઓ નસો વગેરે કોણ ઘડવા બેસે છે ? વિલક્ષણ કર્મવિપાક જ એ કામ કરી રહેલ છે. એ પછી જન્મ બાદ પણ કેટલાક વખત સુધી બાળક માત્ર દૂધ પીતું હોય છે, એમાંથી શા એવા રૂપાંતર થાય છે કે દાંતને હાડકાને સફેદ કઠણ પદાર્થ, જીભને લાલ મુલાયમ પદાર્થ, વાળને કાળા પદાર્થ, લોહીને લાલઘૂમ પદાર્થ, અને માંસ ચરબીને એવા સફેદ પદાર્થ મળ્યા કરે છે ! તે પણ તેવા તેવા વિવિધ પદાર્થ માત્ર દૂધમાંથી સરજાય છે. માત્ર સરજાય એટલું જ નહિ, કિન્તુ તે તે વિવિધ પદાર્થ તે તે અવશ્ય અને ધાતુઓમાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય છે. દૂધના પરિવર્તન પામેલા લાલ અણુ લોહી તથા જીભમાં જ જાય, સફેદ કઠણ પદાર્થ દાંત અને હાડકામાં જ ભળે ! લાલ પોચા અણુ હાડકામાં નહિ, ને સફેદ કઠણ કણ જીભ વગેરેમાં નહિ... આવું બધું વિલક્ષણ છતાં વ્યવસ્થિત સર્જન અને યોગ્ય ગોઠવણ કોણ કરે છે ? કહો, વિચિત્ર કર્મવિપાક કરે છે. ખેદ-હરખ અટકાવવા વિચારણા : માણસને આપત્તિ આવે ત્યારે બેબાકળો થાય છે પણ જો ત્યાં વિચારે કે જે વિચિત્ર કર્મ-વિપાક શરીર-ગાત્ર-ઇંદ્રિયો ને ધાતુઓના ચમત્કારિક સર્જનવ્યવસ્થાપન કરે છે, એ વિચિત્ર કર્મવિપાક મારા જીવનકાળમાં આપત્તિ-સંપત્તિની વિચિત્ર ઘટનાઓ સરજે એમાં નવાઈ શી છે ? ત્યાં શું આશ્ચર્ય પામવાનું ? કે શા ખેદ-હરખ કરવાના ? એ તો કર્મવિપાકની સહજ ઘટનાઓ છે. એમ કરી ગંભીર બની એમાં લહેવાઈ ન જવાય. “અવધુ સદા મગનમેં રહેના.' કરીને ચાલવાનું. તીર્થકર ભગવાન એવી ઉત્તમ આરાધના કરીને આવેલ છે કે એમને એવા સર્વોચ્ચ પુણ્યકર્મના જૂથ ઊભા થઈ ગયેલા છે. એ કર્મના વિપાક પછી અતિશય સર્જન કરે એમાં શી નવાઈ ? (2) આત્મ-લબ્ધિઓનું અદ્ભુત સર્જન : બીજું વિચારવાનું આ છે કે આત્માના અંતરાયાદિ કર્મના તૂટવાથી જે લબ્ધિઓ ઊભી થાય છે તે અકથ્ય અચિંત્ય સિદ્ધિઓ ઊભી કરે છે. દા.ત. જોઈએ છીએ કે (1) એક જ ક્લાસમાં ભણતા અનેક મહેનતુ વિદ્યાર્થીઓમાં કોઈક જ - તરંગવતી