________________ દુ:ખદ છે. કેમ ? ભૂતકાળનાં દુઃખ અને પ્રસંગ તો વીતી ગયા, છતાં અત્યારે ય એ યાદ કરતાં ભારે દુઃખ કરાવે છે ! ત્યારે તો તરંગવતી એમાં મૂચ્છિત થઈ ગઈ. એટલાં જ માટે ધ્યાનશતક શાસ્ત્રમાં અતીતનાં પણ આર્તધ્યાનની ઓળખ કરાવી એથી બચવાનું કહ્યું. પૂછો, પ્ર.- ભૂતકાળ સંબંધી આર્તધ્યાનથી શી રીતે બચાય ? ઉ.- ભૂતકાળને સરાસર ભૂલી જવાથી અર્થાત્ એને બિલકુલ યાદ જ નહિ કરવાથી બચાય. તે એમ વિચારીને કે વર્તમાનમાં એ વીતેલા પ્રસંગ કશા ઉપયોગી નથી, તો શા માટે એને મનમાં ઘાલું ? ઊલટું મનમાં વર્તમાન સુખસાધન રહેવાથી જે સુખાનુભવ થતો હોય તેનો એ લોપ કરી નાખે છે. પણ જીવનું આ ગાંડપણ છે કે મનમાં બિનજરૂરી સત્તર પંદર ઘાલવા જોઈએ છે. આ ગાંડપણ અટકાવવા એક ઉપાય આ કે અરિહંત યા તત્ત્વ અંગેની 17-15 વસ્તુ મનમાં મમરાવવી જોઈએ દા.ત. અરિહંતના 1008 નામ છે એક વાર એને મોઢે કરી લો, પછી ક્રમસર એકેક નામ લઈ એને વિચારતા ચાલો અથવા અરિહંતના સમવસરણની યા શિબિરની એકેક વસ્તુ પર મન લગાવતા જાઓ એ મનની સામે લાવતા જાઓ. આ કરવામાં મન એમાં રોકાયેલું રહે ને તેથી ફિજૂલ વિચારો છૂટી જાય.. ઇંદ્રભૂતિ ગૌતમે સમવસરણ અને પ્રભુને જોયા પછી એમાં મન એવું બનાવ્યું કે પૂર્વનો યજ્ઞ-બજ્ઞ બધું ભુલાઈ ગયું. ભરત ચક્રવર્તીએ સંયોગોની અનિત્યતામાં મન ઘાલ્યું, ત્યાં પોતાની ચક્રવર્તીપણાની સત્તા ઠકરાઈ વગેરે બધું ભૂલી ગયા, અને તો જ અનિત્યતાની ભાવનામાં ઊંડા ઊતરી ગયા ! તે ત્યાં સુધી કે જો આ નાશવંત શરીર અને નાશવંત સામગ્રીના સંયોગ પર જ અહંત મમત્વ થાય છે, તો એ અહંતમમત્વનો સંયોગ પણ અનિત્ય છે તો મારે એવા અહત્વ મમત્વ રાખવાનું શું કામ ? એમ અહત્વ-મમત્વ મૂકી દે તો અનાસક્ત યોગમાં ચડી વીતરાગ સર્વજ્ઞ બની ગયા... તરંગવતી મૂચ્છિત થઈ ગઈ એટલે દાસી સમજી ગઈ કે આના દિલમાં પ્રિયના વિયોગનું દુઃખ વધી જવાથી આ મૂર્છા આવી ગઈ છે એટલે તરત તો એણે ઠંડો પવન ને પાણીના છાંટણાં નાખ્યા એટલે તરંગવતી ભાનમાં આવી. હૃદય પ્રિયના રાગ અને વિયોગવશ ક્ષુબ્ધ થઈ ગયું છે તેથી એ રુદન કરવા લાગી. 8 2 - તરંગવતી