________________ વીતરાગ ભગવાન યા ત્યાગી મુનિઓ જોવા મળે, એ સારા વૈરાગ્યાદિની વિચારણાના પુરુષાર્થ જગાવી દે છે. એના બદલે રૂપાળી સ્ત્રી નજરમાં આવે એ નરસા કામરાગ આદિની વિચારણાના પુરુષાર્થ જગાવી દે છે. આમ, નિમિત્તથી સપુરુષાર્થ-અસપુરુષાર્થ જન્મે છે માટે જ આત્મહિતાર્થી જીવે નરસા નિમિત્તોથી દૂર રહેવા જેવું છે, અને સત્સંગ વગેરે સારાં નિમિત્ત ખૂબ સેવવા જોઈએ. મહાપુરુષાર્થ સિંહ ગુફાવાસી મુનિ કેમ પડ્યા? નરસું નિમિત્ત સેવ્યું માટે. વેશ્યાનું રમણીય રૂપ નજરમાં લીધું તો ઝટ એમના મનને થયું કે “ઓહો ! આવું રૂપ સૌંદર્ય જગતમાં હોય છે ?" બસ, પછી એક વાર ગાડી સ્ટાર્ટ કરી કે ચાલી આગળ. એ વિચારમાં આગળ વધ્યા કે ‘ત્યારે એના શરીરનો સ્પર્શ કેવો સુંવાળો મુલાયમ હશે ?' હવે ગાડી અટકે ? મનમાં વાસના વિકારોની જોરદાર ગડમથલ ચાલી, ને વેશ્યા પાસે ભોગની નફટ માગણી કરતાં એ અચકાયા નહિ. કોણ આ માગણી કરે છે ? 4-4 મહિના સુધી સિંહની ગુફા આગળ કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભા રહેવાનો મહાન પુરુષાર્થ ખેડનારા મહામુનિ ! એમને ભોગની માગણી કરતાં શરમ ન લાગી ! અને વેશ્યાએ નેપાલ દેશના રાજા પાસેથી રત્નકાંબલ ભેટ લઈ આવવા કહ્યું તો ચોમાસામાં વરસતા વરસાદે ઊપડ્યા પાટલીપુત્રથી જંગલો વટાવતા નેપાલ દેશમાં પહોંચ્યા ! જરાક સેવેલું નરસું નિમિત્ત સત્યાનાશ કાઢી નાખે. નિંદીષેણ કેમ પડ્યા ? : આજના ટી.વી.-વિડિયો બીભત્સ ચિત્રો-લખાણો કેટલા અનર્થ સરજે છે એ જાણો છો ? ટી.વી. અંધારે જોવાનું, તે સાથે જોવા બેઠેલા ભાઈ બેનના ય અડપલા સુધી પહોચી જવાનું સાંભળવા મળે છે. નંદીષેણ મહાતપસ્વી મહાવૈરાગી મુનિ અજાણતા વેશ્યાના ઘરે ગોચરી લેવા જઈ ઊભા ને ધર્મલાભ કહે છે, ત્યાં પેલી મશ્કરીમાં કહે “અહીં તો અર્થલાભનું કામ છે, ધર્મલાભને શું કરે ?" આ વચન એ અસત્ નિમિત્ત હતું. મુનિએ એનો જવાબ આપવા ઊભા રહેવા જેવું નહોતું, પણ સક્રિય જવાબ આપવા ઊભા, વેશ્યાને બતાવી આપવા ૧રા ક્રોડ સોનૈયા લબ્ધિથી વરસાવ્યા, અને પછી ય ઊભા રહી સમજુતી કરવા લાગ્યા, તો વેશ્યાએ હાવભાવ સાથે મુનિને કહ્યું, “અમે વેશ્યા ખરી, પરંતુ આર્યદેશની, તે એવી અપ્રામાણિક નહિ કે માલ આપ્યા વિના નાણાં લઈ લઈએ. બેસો, અહીં પહેલાં માલ લો,' એમ - તરંગવતી