________________ તમે જુગજુગ જીવો. તમો ઇચ્છો એવું મારું જીવન ઠેઠ સુધી અખંડ શીલવંતુ અને ધર્મમય બન્યું રહે એવી પ્રભુને પ્રાર્થના કરતી.. હું ઉંમરમાં આવી ચુકેલી ને પૂર્વકર્મની પ્રબળતાએ સંસાર ત્યાગનો તેવો વીર્ષોલ્લાસ નહિ. તેથી પિતાજી ઉંમરના હિસાબે સમજે તો ખરા કે આ વય વિકારોની રાજધાની છે, હજી યોગ્ય ઉમેદવાર મળતો નથી તો મારું મન નિરાશા નીસાસામાં ન પડે એ માટે પિતાજી વગેરે વડીલજનો મને “સાધુ પુરુષોને દાન દેવું”.... વગેરેમાં પ્રવર્તમાન રાખી મારા મનને આનંદમાં રાખવા પ્રયત્ન કરે છે. કેવો બુદ્ધિભર્યો પ્રયત્ન ! કહે છે ને “નવરો પડ્યો નખ્ખોદ વાળે ! શીલની રક્ષા માટે વ્યવસાય જોઈએ. ઋષભસેન નગરશેઠે આ રાખેલું. સાધ્વીજી કહે છે, અહીં તો માતાપિતા સમજદાર હતા એટલે મને પહેલેથી જ ધર્મનો રાહ પકડાવેલો. મારા મનને જિનવચનથી ખૂબ જ ભાવિત કરવા માટે સારા વિદ્વાન સાધ્વીજી મહારાજો તથા જૈન પંડિતોનો સમાગમ આપતા, તેથી હું સામાયિકો-સ્વાધ્યાય-અધ્યયનમાં બહુવાર પ્રવર્તમાન રહેતી. બા બાપુજી-વડીલો પણ મારા મનને પ્રસન્ન રાખવા એની જ પ્રેરણા કરતા, પ્રોત્સાહન આપતા. આ બધાથી મારું મન એવું જિનવચનથી ભાવિત થતું ગયું કે જિનવચનથી ભાવિત એટલે જીવનના પ્રસંગોને હું જિનવચને કહેલા તત્ત્વની દષ્ટિએ મૂલવતી; એટલે મારા માટે મોટા શેઠિયાઓની પોતાના પુત્ર માટે સામેથી આવેલી માગણીને મારા પિતાશ્રી સ્વીકારતા નહિ, તેથી કાંઈ મને ખેદ નહિ થતો કે “અરે ! હજી મારું ઠેકાણું નથી પડતું ? કેવી હું કમનસીબ !! કેમકે જિનવચનની ભાવનાથી હું સમજતી કે “જેટલું મોડું થાય છે એટલું પાપમાં પડવાનું મોડું છે, શું ખોટું છે ? એમાં તો મારે ધર્મપ્રવૃત્તિ નિરાંતે અને ભરપૂર પ્રમાણમાં થાય છે, એ મહાન લાભ છે.' તરંગવતીની પવિત્ર વિચારસરણી અને એની પાછળ કામ કરતી એની સત્સંગ ધર્મક્રિયાઓ વગેરેની પવિત્ર કરણી ખૂબ લક્ષમાં લેવા જેવી છે. “અનાદિથી મલિન ભાવોમાં મેલું દાટ રહેલ હૈયું સુધારવું હોય, તો આવું ઘડતર કરવું પડે. અલબત એની સંસાર-વાસના હજી મરી નથી ગઈ, છતાં વાસનાના જોર કરતાં જિનવચનની મન પર ઘેરી છાયા વધુ જોરદાર છે; તેથી સંજોગવશાતુ વાસના સફળ ન થાય એમાં એને એવો શોક ઉગ નથી. જિનવચનથી એ - તરંગવતી. 58