________________ “કમ! તારી ગતિ ન્યારી”, તરંગવતી. (પુના વિ.સં. 2040 ના ચાતુર્માસમાં પૂ. આચાર્યદેવશ્રીએ ‘તરંગવતી તરંગલોલા’ કથા શાસ્ત્ર પર પ્રવચનો આપેલા. તે કથાનેત્રી તરંગવતીના જીવનનાં રસઝરણાં પીરસવામાં આવે છે.) 1. ચાર જાતના મનુષ્યો | અનંત ઉપકારક શ્રી જિન શાસનના ભવ્ય ઇતિહાસમાં ઝળકી રહેલા અનેકાનેક નામી સૂરિસિતારાઓમાં આચાર્ય ભગવાન શ્રી પાદલિપ્તસૂરિજી મહારાજ પણ એક અનોખી વિભૂતિ થઈ ગયેલ છે, કે જેમને 8 વર્ષની ઉંમરે દીક્ષા અને 10 વર્ષની ઉંમરે આચાર્યપદ મળેલ છે. એક વાત સમજી રાખો, જ્ઞાન આત્મામાં શાસ્ત્રમાંથી નથી આવતું પરંતુ અંતરાત્મામાંથી પ્રગટ થાય છે. જ્ઞાન આત્મામાં ભર્યું પડ્યું છે, માત્ર જ્ઞાનની ઉપર આવરણ છે ત્યાંસુધી એ જ્ઞાન આત્માનું છતાં આત્મામાં છુપાયેલું રહે છે. આવરણ હટાવો એટલે જ્ઞાન પ્રગટ થાય. શાસ્ત્ર આ આવરણ હટાવવાનું કામ કરે છે. ડબા નીચે ઢંકાયેલ દીવામાં પ્રકાશ તો છે જ, પરંતુ તે ઢંકાયેલ છે. ડબો હટાવા અગર ડબામાં કાણાં પાડો તો પ્રકાશ બહાર પ્રગટ થાય. શાસ્ત્રો આ કામ કરે છે. આત્મા પરના આવરણમાં કાણાં પાડી આપે છે, એટલે જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થાય છે; ત્યાં ભલે કહેવાય ખરું કે શાસ્ત્રમાંથી આટલું જ્ઞાન મળ્યું, પરંતુ હકીકતમાં શાસ્ત્રના આધારે જ્ઞાન આત્મામાંથી જ પ્રગટ થયું, ઉપયોગરૂપ બન્યું... આ હિસાબે આવરણ હટાવવા જોઈએ. પરંતુ તે માત્ર શાસ્ત્રાધ્યયનથી જ હટે એવું નહિ; કિન્તુ જ્ઞાનના આચારો કાળ વિનય બહુમાન તપ વગેરે પાળો, બજાવો, એમ અહિંસા-સંયમ આરાધો...આ બધાથી પણ ભારે જ્ઞાનાવરણ કર્મ તૂટે છે, ને એથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. ગણધર ભગવાન પૂર્વની એટલી બધી સાધના લઈ આવેલા અને અહીં તીર્થકર ભગવાન પ્રત્યે એટલો બધો ઊંચો વિનયભાવ લાવ્યા, એવું ભગવાનનું શરણ ગ્રહણ કર્યું. ભગવાનની પ્રત્યે એવો ઉચ્ચ સમર્પણભાવ ઊભો કર્યો કે પછી પ્રભુ પાસેથી માત્ર ત્રણ પદ (ત્રિપદી) મળવાનું થયું એમાં જંગી શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ કર્મ ! તારી ગતિ ન્યારી