________________ નિર્જરા. એક ટંક માટે પણ ભોજનના ત્યાગનો અભિગ્રહ કર્યો એ અનશન થયું. એનાથી કર્મ નિર્જરા, કર્મોનો ક્ષય થાય. તપ તરીકે સમજીને ખાવામાં 2-4 કોળિયા જતા કર્યા, ઊનોદરી રાખી એ તપ થયો. એનાથી કર્મોનો ક્ષય થાય. એમ ખાવાના દ્રવ્યોનો સંક્ષેપ-સંકોચ કર્યો, રસનો ત્યાગ કર્યો એ તપ થયો. એનાથી કર્મોની નિર્જરા થાય. એમ ધર્મ તરીકે કાયકષ્ટ ઉપાડો એ તપ. એમ ધર્મ તરીકે કાયાને અંગોપાંગ ઓછા હલાવો, વાણીથી મૌન રાખો, એ તપ એનાથી કર્મોનો ક્ષય થાય. 28ષભસેન નગરશેઠ સંવર વિવેક અને નિર્જરાની પ્રશંસા ગુણગાન કરનારા હતા, એટલે સ્વાભાવિક છે કે એના પ્રતિપક્ષી અસંવર યાને પાપાશ્રવ, અવિવેક, અને અનશનાદિ તપના વિરોધી ખાનપાન રંગરાગ એશ આરામી... વગેરેના ગુણગાન કરનારા નહિ. એમ વિનય વૈયાવચ્ચ સ્વાધ્યાયાદિના જે વિરોધી દોષો અવિનય, સ્વાર્થવૃત્તિ, હરામહાંડકા, તથા બાહ્યભાવની વાતોના ગુણગાન કરનારા નહિ; એટલે નિંદા કુથલી કરનારા નહિ એટલે નિંદા કુથલી પાપકથા તો કરે જ શાના ? સાધુ : લૂંટારાની જાણ છતાં મૌન ! એક સાધુ હતા, ગુરુ સાથે વિહાર કરતાં પોતાના મૂળ વતનની નજીકના ગામમાં આવ્યા ત્યારે ગુરુની રજા લઈ સગા સંબંધીને દર્શન આપવા અને ધર્મબોધ આપવા પોતાના ગામ તરફ ચાલ્યા. રસ્તામાં જંગલ, તે એમાં લૂંટારા મંત્રણા કરતા હતા. એમણે મુનિને જોઈ કહ્યું, જુઓ ગામ તરફ જાઓ છો, પણ ખબરદાર ! ત્યાં કોઈને અમો અત્રે હોવાની બાતમી આપી છે તો ? બોલો, ગામમાં જઈ વાત કરવાના છો ? તો તમને અહીં જ પકડી રાખશું.” | મુનિ કહે “અમારે અધિકરણ અર્થાત્ ઝગડો થાય કે પાપાચરણ થાય, એવું બોલાય નહિ, સાધુનો એ ધર્મ નહિ.” લૂંટારાઓએ મુનિની કબૂલાત જોઈ મુનિને જવા દીધા. હવે મુનિ ગામમાં ગયા, સગાઓને દર્શન આપ્યા, ત્યાં સગાઓને ય ખબર પડેલી કે “આપણા મહારાજ આવી રહ્યા છે ને બાજુના ગામમાં છે,' તે ગાલ્લી તૈયાર કરી નીકળવાની તૈયારીમાં હતા. પોતાના મહારાજને જોઈ ખુશી થયા, અને એમને મૂકવા જવા તથા ગુરુ તથા બીજા મુનિઓના દર્શન વંદન અર્થે ચાલ્યા. મુનિ પણ સાથે હતા પરંતુ એમણે કહ્યું નહિ કે જંગલમાં 48 - તરંગવતી