________________ ભક્તોનો સંન્યાસી ગુરુ છતાં મેં સ્વમાન મૂકી દઈ કેવો મહાવીર ભગવાનનો જૈનધર્મ અને સમ્યગ્દર્શન સ્વીકારી લીધા !' જ્યારે અંબડ મહાવીર પ્રભુ પાસે આવ્યો, ને માગણી કરે છે કે પ્રભુ ! હું રાજગૃહી જાઉં છું ત્યાં મારા યોગ્ય કાંઈ સેવા ?' ત્યારે ભગવાને એનો આફરો ઉતારવા અને સમ્યગ્દર્શન કેવું હોય એનાં આબેહૂબ દર્શન કરાવવા કહ્યું “હા, ત્યાં શ્રેણિક રાજાના અંગત અમલદાર નાગરથિકની પત્ની સુલસા રહે છે, એને અમારા ધર્મલાભ કહેજો અને એની ધર્મપ્રવૃત્તિની અમારા વતી ખબર પૂછજો.” અંબડ તહત્તિ કરી સ્વીકારી લે છે, પણ મનમાં સમસમી ગયો કે “એ સુલતા તે કેવી હશે કે આ ત્રણ જગતના નાથને આખી રાજગૃહીમાં બીજો કોઈ એવો સારો જીવ ન જડ્યો તે સુલસા એક સ્ત્રી જ સંદેશો સંભળાવવા જડી ? ખેર ! જઈને એનું પારખું કરું છું.' અંબડ પરિવ્રાજક વેશે આવી સુલતાના ઘરના પગથિયા ચડે છે, ત્યાં સુલસાએ જોઈ મોં બગાડી માં ફેરવી નાખ્યું “રખેને મિથ્યા ગુરુ સાથે આંખ મિલાવવાનો પણ સત્કાર મારું સમકિત મેલું કરે તો ?' આ ભાવ સુલસાના દિલમાં હતો. પછી અંબડે વિદ્યાના બળે નગરના ચાર દરવાજા બહાર આકાશમાંથી નીચે ક્રમસર જીવંત જેવા બ્રહ્મા શંકર વિષ્ણુ-લક્ષ્મીદેવી અને 25 મા તીર્થંકરના રૂપ ઉતાર્યા ! લોક જોવા ઉમટ્યું પણ તુલસા જોવા તો ન ગઈ, પણ “મારે મારા મહાવીર ભગવાનનું જોવાનું ક્યાં ઓછું છે ?' એમ પ્રભુનાં જીવન-પરાક્રમ જોતી-વિચારતી સુલતાને બ્રહ્માદિનાં એ રૂપ જોવાની આતુરતા સરખી પણ શાની થાય ? કે લાવ જોઉં તો ખરી કે એ કેવાક રૂપ હશે ?" અંતે અંબડ પરિવ્રાજક શ્રાવકનો વેશ કરી સુલતાને ઘરે આવે છે. ઘરમાં એ પેસતાં જ સુલસા ઊભી થઈ સામે લેવા આવી હાથ જોડી પ્રણામ કરી “પધારો' કહી આવકારે છે. સાધર્મિક મળે એને પ્રણામ કરવો જોઈએ. એને લાવીને ગાદી પર બેસાડી થાળ ને પાણીનો લોટો લાવી કહે છે, “પરદેશથી આવ્યા લાગો છો, મારાં ભગવાનના શ્રાવક મારે ઘેર ક્યાંથી ? મારા ધન્ય ભાગ્ય કે મારું આંગણું આપે પાવન કીધું ! થાળામાં પગ મૂકો, હું ધોઈને પાવન થાઉં.' અંબડ સુલસામાં સમ્યગ્દર્શનની ઊંચી કરણી જોતો ચકિત થઈ ગયો છે, મનને એમ થાય છે કે “આની સામે મારામાં ક્યાં આવું સમ્યગ્દર્શન છે ?' એ તરત કહે છે, 40 - તરંગવતી