________________ આચાર્ય વીતરાગ બની કેવળજ્ઞાન પામ્યા ! અને હજી ભાલે વીંધાયા આકાશમાં છે, ત્યાં મૃત્યુ પામતાં મોક્ષે પધાર્યા ! આ બહુ ઊંચા પ્રકારનો અભિગમ ઋષભસેન નગરશેઠમાં નહિ, છતાં એ એથી નીચેના પ્રકારનો યોગ્ય અભિગમ રાખતા. વળી એ શ્રાવકના ગુણોના તેમજ ભાવશ્રાવકના ક્રિયાગત મૂળ 6 અને અવાંતર ગુણો, તથા ભાવગત 17 ગુણો, તથા એમાં સમકિત-૧૨ વ્રત 11 પ્રતિમાના ગુણ સમાય, અને એ ધરનારા હતા શ્રાવકના ગુણોની વાત આવે ત્યાં આપણને કાર્તિકશેઠ વગેરે યાદ આવે, કે જે મહા શ્રીમંત શ્રાવક છતાં, જેમણે શ્રાવકની 11 પ્રતિમા યાને સમ્યગ્દર્શનવ્રત-સામાયિક-પોષધ આદિના કડક અભિગ્રહ સો વાર વહન કરેલા ! શ્રીમંત કેવા કે જયાં એમને રાજાના બળાત્કારથી સમકિતથી વિરુદ્ધપણે મિથ્યાષ્ટિ ઐરિક તાપસને પારણું પીરસવાનો અવસર આવ્યો, તો વૈરાગ્ય વધી જવાથી દીક્ષા લેવા તૈયાર થઈ ગયા ! ત્યારે એમની પાછળ એક હજાર વણિકપુત્રો આવા શ્રીમંત જો દીક્ષા લે છે તો આપણે સંસારમાં શા ઠીકરા ચાટતા બેસી રહેવું ?' એમ વૈરાગ્ય પામી સાથે દીક્ષા લેવા તૈયાર થઈ ગયેલા ! જ્ઞાનગુણ વજકુમારનો : ઋષભસેન નગરશેઠનો એક ગુણ એ જ્ઞાન-દર્શન અને વ્રતના આધાર હતા. અહીં ‘આધાર’ શબ્દ મૂકીને સૂચવ્યું કે જ્ઞાન-દર્શન-વ્રતોએ જાણે વિચાર કર્યો કે “આપણે ક્યાં રહેવું ?" તો આવીને આ મહાન શ્રાવક નગરશેઠને પસંદ કર્યા ! અર્થાત્ આ ગુણો લાવવા માટે શેઠને બહુ પરિશ્રમ ન કરવો પડ્યો, પરંતુ સહેજે સહેજે આ ગુણો એમનામાં પ્રગટ થઈ ગયા ! એટલે કે કોઈ દુન્યવી માનપાનાદિ લાલચથી નહિ, યા શાસ્ત્ર ફરમાનના બળાત્કારથી નહિ પણ નિરાશસ ભાવે અને ગુણના સહજ પ્રેમથી આ ગુણોને ધરનારા બનેલા. અહીં જ્ઞાનગુણની ઊંચી કક્ષા કેવી હોય એ જોવા માટે બાળ વજકુમાર યાદ આવે છે કે જે 1-2-3 વર્ષની ઉંમરમાં પારણામાં ઝૂલતા ઝૂલતા ત્યાં રહેલી સાધ્વીઓના 11 અંગ-આગમના સ્વાધ્યાયના ઘોષ સાંભળી સાંભળતાં એના પર એવા એકાગ્ર ધ્યાનવાળા બનેલા કે એમને એ વખતે 11 અંગ મુખપાઠ થઈ ગયા ! 30 - તરંગવતી