________________ પછી તરંગવતી સાધ્વી બીજી સાધ્વીઓથી પરિવરેલા ગુણી ગણિની સાથે ત્યાંથી વિહાર કરી જાય છે. અને ગ્રહણ-શિક્ષા આસેવન-શિક્ષા એ બે પ્રકારની શિક્ષા લેતાં લેતાં, જ્ઞાન અને ક્રિયાની ઉત્તમ આરાધનામાં લયલીન બનેલા વિચરે છે. એમને ધર્મનો અનુરાગ એટલો બધો છે કે આ ઉચ્ચધર્મની સાધનામાં દિવસ-રાત ક્યાં પસાર થઈ રહ્યા છે એની ખબર પણ પડતી નથી. પધદેવ મુનિ પણ મુનિઓ સાથે વિહાર કરી જાય છે, અને બંને પ્રકારની શિક્ષા લેતાં લેતાં જ્ઞાન-ધ્યાનમાં રક્ત રહે છે. શેઠાણીને તરંગવતીનો છેલ્લો બોલ : તરંગવતી સાધ્વીજી પેલી શેઠાણીને કહી રહી છે, ગૃહિણી ! ગુરુણી સાથે વિચરતા અમે અહીં આવ્યા છીએ, અને છઠ્ઠના પારણા માટે હું નીકળી છું. આ તમે મારો જીવન વૃત્તાંત પૂછળ્યો એટલે મેં તમને કહ્યો. અમે ઇચ્છીએ કે આ અમારા શ્રમ તથા સમયવ્યયને સફળ કરશો.” સાધ્વીજીના આ વૃત્તાંતને સાંભળીને શેઠાણી ખૂબ ઊંડા વિચારમાં ચડી ગઈ. એને લાગ્યું કે “અહો ! આ અહેવાલ સૂચવી રહ્યો છે કે આ સાધ્વીજી મહારાજે ખૂબ જ દુષ્કર કાર્યને કર્યું છે ! આવી ખીલી ઊઠેલી યુવાન વયમાં વળી આટલો દુષ્કર તપ આચરે છે ! ભગવતી ! આપનું ચરિત્ર બહુ અભુત ! અને બહુ દુષ્કર સાધના ભર્યું ! તેમજ બહુ બોધ અને પ્રેરણાદાયક ! આપની કૃપા ઇચ્છીએ છીએ. આપે જે આપનું ચરિત્ર કહ્યું તે આપે અમારા પર અનહદ ઉપકાર કર્યો. અમે આપને આટલી બધી તકલીફ આપી, એની ક્ષમા માગું છું,' એમ કહેતાંક શેઠાણી સાધ્વીજીના પગમાં પડી ગઈ. ભવના ભયંકર ભ્રમણથી એ બી ગઈ, હાય ! તો હું આ મોહમાયા લઈને બેઠી છું, કશી એવી મારે જોરદાર ધર્મસાધના છે નહિ, તો હું ? શું મારે ભવાટવીની દુર્ગતિઓમાં કૂટાઈ મરવાનું? એમાં મારે કેવી કેવી નારકી સુધીના કેવાં કેવાં ભયંકર દુઃખો વેઠવાં પડશે ?" એને ભારે ભય લાગી ગયો. કોઈની કરુણકથની પર ભવભય : ખરેખર, આસ્તિક જીવને જયારે એવો જીવતો જાગતો કોઈનાં જાલિમ દુઃખભર્યા કરુણ જીવન-પ્રસંગોનો દાખલો જોવા-સાંભળવા મળે ત્યારે એને એવો ભવનો ભય લાગી જાય છે. દા.ત. “સમરાઈથ્ય કહા” માં સમરાદિત્યના જીવને નવ ભવના અધિકારમાં ભવભવે આચાર્ય કે મુનિ એવો કાં તો પોતાનો કર્મ ! તારી ગતિ ન્યારી 361