________________ સંસાર પર વૈરાગ્ય ન થાય ? એથી ઊલટું મોટા ભાઈએ નાના ભાઈને મોટો કર્યો હોય, પરંતુ એની એટલી હોશિયારી નહિ, તે હવે નાનો ભાઈ એ જ મોટા ભાઈની ઓફિસમાં કારકુન તરીકે નોકરી કરતો જોવા મળે છે. વૈરાગ્યનાં કારણ તો માત્ર બાપ ભાઈ વગેરે સગાના જ વિચિત્ર વર્તાવ નહિ. પરંતુ પોતાની પત્ની પણ એવા વિચિત્ર વર્તાવની હોય છે કે એને પાડોશી વહાલા લાગે, પણ પતિ સાથે ટક-ટકારો કરતી હોય.. આ પરથી સંસારની નિર્ગુણતા સમજીને એનાથી વૈરાગ્ય ન થઈ જાય ? રાજા ભર્તુહરિ કેમ વૈરાગ્ય પામ્યો ? પોતે અતિપ્રિય કરેલી રાણી પિંગલાને દુઝારિત્રી જોઈ, તે પણ ઝાડુવાળા સાથે ! એથી એ વૈરાગ્ય પામી ગયો. રાજા પ્રદેશી ધર્મ પામ્યા પછી મોહ ઘેલી ચેષ્ટાઓ અને મોહ ઘેલા બોલ બંધ કરવાથી અતિપ્રિય રાણી સૂર્યકાન્તાને અળખામણો થયો. રાણીને હવે પશુ જેવા મોહના ચાળા રાજા તરફથી મળતા બંધ થઈ ગયા, તો રાણીને હવે પતિ પારણે ઝેર આપી મારી નાખ્યો ! શું આ વૈરાગ્યનું કારણ નથી ? રાજા પ્રદેશી આ જોઈ મોત વખતે સંસાર પર જવલંત વૈરાગ્યથી વીતરાગ ભગવાન પર ઉત્કટ રાગવાળો બની, પહેલા દેવલોકમાં સૂર્યાભ વિમાનનો માલિક સૂર્યાભદેવ તરીકેનો જવલંત પ્રભુભક્તિનો અવતાર પામ્યો ! તરંગવતી અને પારધીનાં અદ્ભુત જીવન - તરંગવતી સાધ્વી પેલી શેઠાણીને કહી રહી છે કે “અમે તો સારા જૈન કુળમાં જન્મ પામેલા, જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વના પંખરાના અવતારમાં થયેલા કારમાં મૃત્યુના દુઃખ અહીં યાદ પણ આવ્યા, તેમજ આ ભવમાં ચોર-પલ્લીમાં ય ભયંકર ત્રાસનો અનુભવ કરી આવેલા, છતાં તેવા વૈરાગ્યના ફાંફાં ! આ અમારી બધી હકીકતની સામે મુનિ જોયા તે પૂર્વ ભવમાં પારધીપણું કરનારા ! છતાં એ ય જાતિસ્મરણ જ્ઞાનથી અમને ચોર-પલ્લીમાંથી છોડાવી સીધા ચારિત્ર માર્ગે ચડી ગયા ! એ 12 વરસ ચારિત્ર પાળનારા ! ત્યારે અમે હજી 1212 વરસ સંસારના વિષયોના કીચડમાં આળોટીએ છીએ ! આ મહાત્મા બાર વરસમાં તો નવ પૂર્વધર મહા જ્ઞાની બન્યા, એમનો વૈરાગ્ય કેવો જવલંત ! અને એના ઉપર એ કેવા પ્રખર પુરુષાર્થી ! કે ઉચ્ચ કોટિના સંયમ અને જ્ઞાનનો વૈભવ પામ્યા ! આમ છતાં એ પરથી જો કે હજી પરણીને અમને માત્ર 12 બાર વરસ થયા હતા, તો પણ મુનિના મુખેથી એમની કહાણી અને કર્મ ! તારી ગતિ ન્યારી 339