________________ ડબામાં બેઠેલી લગ્નની જાનને જીવલેણ અકસ્માત નડ્યો. મોટી ટિકિટ ખર્ચા ફર્સ્ટ ક્લાસના ડબામાં બેઠેલાને જીવલેણ અકસ્માત નડે ? મોટી ટિકિટ ખર્ચી ફર્સ્ટ ક્લાસમાં બેસે એને સ્પેશિયલ સગવડ કે એ ડબ્બા ટ્રેનમાં વચમાં જ રાખવામાં આવે છે, જેથી આગળથી કે પાછળથી કોઈ ટ્રેનની ટકરામણ થઈ અકસ્માત થાય તો સૌથી આગળના કે પાછળના થર્ડ ક્લાસના ડબ્બા ને એમાં બેઠેલા પ્રવાસીઓ જ કચરાય ને વચ્ચેના ફર્સ્ટ ક્લાસ ડબ્બાવાળાને સંરક્ષણ મળી જાય. ત્યારે પૂછો, પ્ર.- અહીં કેમ ફર્સ્ટ ક્લાસના જ ડબ્બા કચરાયા ? ઉ. કારણ, આ અકસ્માત બીજી ટ્રેનની ટકરામણનો નહોતો, પરંતુ એક પાટા પરથી બીજા પાટા પર ગાડીને ચડાવવા વચમાં જે સાંધાનો ભાગ રહે, એને મિલાવવામાં સાંધાવાળાની ભૂલ થઈ, મેલ જોસમાં દોડતો હતો તેથી અહીં ખચકાતાં એવો આંચકો લાગ્યો કે આગળના થર્ડ ક્લાસના 2-3 ડબ્બા તો ખેમકુશળ નીકળી ગયેલા, પણ વચલા ફર્સ્ટ ક્લાસના ડબ્બા જ ઊંધા વળી ગયા. એમાં જાનૈયા બેઠેલા, તેમજ વરરાજા ને વહુ સ્પેશિયલ જુદા ડબ્બામાં હતા એ બધા ડબ્બા નીચે કચરાયા. ત્યાં વરરાજો બિચારો પગથી છાતી સુધી કચરાઈ ગયેલો ! એ રોતો કકળતો પોકાર કરતો હતો “મને બહાર ખેચી કાઢો. બહાર ખેંચી કાઢો,” પણ ભારેખમ ડબ્બાની નીચેથી એકદમ શી રીતે બહાર ખેંચી કાઢે ? કેટલાકના મોઢા ડબ્બાની બારી બહાર લટકી પડેલા, ને જીભ બહાર લટકી પડેલી ! કોઈના ડોળા બહાર ઉપસી આવેલા ! દશ્ય કંપાયમાન કરી નાખે એવું હતું. એમાં એક રાજકોટની ડોશી ઘરે બેઠી રોતી રોતી હતી કે “હાય ! આ જાનમાં મારા પાંચ દીકરા મર્યા! તે હું કેમ નો મરી ગઈ ?' કહો, આ વૈરાગ્યનું કારણ નથી ? પેલી ડોશીના મનને ન થાય કે બળ્યો આ સંસાર કે એણે મારા પાંચે દીકરાને આવી ક્રૂર રીતે માર્યા ?' મોટા વેપારીનો સૌથી હોશિયાર પુત્ર ઊડ્યો : એમ એકાએક ત્રણ દિવસના તાવમાં મુગ્ધ યુવાનીમાં રળતો કમાતો દીકરો મરે કે પતિ મરે, પાછળ મા બાપ ભાઈઓ અને પત્ની રો-કકળ કરે, એ શું વૈરાગ્યનું કારણ નથી ? વર્ષો પહેલાં અમદાવાદમાં એક શ્રીમંતને ચાર છોકરા. એમાં સૌથી નાનો છોકરો ત્રીસેક વર્ષની ઉમરનો હોશિયાર એવો, કે ત્રણ મોટા ભાઈઓ કર્મ ! તારી ગતિ ન્યારી 337