________________ 3. ષભસેન ગુણોનું કસોટીસ્થાના વળી એ એકલી વિદ્વતા જ ધરાવનારા, પણ એમનામાં ગુણોનું દેવાળું, એવું નથી, કિન્તુ મનુષ્યના ઉત્તમ ગુણોનું કસોટીસ્થાન છે. અર્થાત્ ઔદાર્ય ગાંભીર્ય વગેરે ગુણો કોઈના તપાસવા હોય કે એ કેટલા પ્રમાણમાં અને કેવા છે તો મહાન શ્રાવક ઋષભસેનના ઉચ્ચ ગુણોની તુલનામાં જોવાય કે એમના ગુણો કરતાં બીજા મનુષ્યના ગુણ કેટલા ટકામાં આવે ? એવા જ એમના બીજાઓ સાથેના ઊંચા વ્યવહાર પણ કસોટીતુલ્ય છે. એટલે જ જુઓ કે એ સૌ સાથે મધુર અને શોભિતી તથા અવસરયોગ્ય વાણીનો વ્યવહાર રાખે છે. શેઠના આ ગુણોનું વર્ણન એટલા માટે કર્યું છે કે ગુણના અર્થી જીવોને પોતાના જીવનમાં કેવા કેવા ગુણો લાવવા જેવા છે એની ખબર પડે. એટલે તરંગવતીની કથા સાંભળતાં આમાં વર્ણન આવે ત્યાં કંટાળો લાવશો નહિ. કેમકે આમાંથી જ આપણું ઉત્તમ જીવન બનાવવાને ઉપયોગી વાતો જાણવા મળશે. | ઋષભસેન નગરશેઠ સૌમ્ય-શાંત-પ્રકૃતિના છે, અને શાંત મુખાકૃતિવાળા છે, કહો ગુણગણના ભંડાર છે. વળી એ સ્થિર મર્યાદા અને સ્થિર ચારિત્ર્યવાળા, છે. કદી પોતાની કુળમર્યાદા અને ધર્મી તરીકેની મર્યાદાનો ભંગ ન કરે. એમ કદી પોતાના સત્ ચારિત્ર્યનું ઉલ્લંઘન ન કરે. શેઠ માત્ર સંસાર-વ્યવહારમાં જ ગુણિયલ એમ નહિ, પણ ધાર્મિક-વ્યવહારમાં પણ નિષ્ણાત છે. એ સમ્યગ્દર્શનની સુંદર આરાધના કરનારા છે, એટલે સમ્યગ્દર્શનથી ઘડાયેલી શુદ્ધ બુદ્ધિવાળા છે. જિન-પ્રવચનમાં નિશંક છે, શાસ્ત્રવચનમાં લેશ પણ શંકા નહિ કરનારા, તેમજ જિનવચનને સાંભળનારા સારા શ્રાવક છે, મોક્ષની વાત સાંભળવામાં તો ખૂબ રુચિવાળા. એમાં કોઈ વંચના-ઠગાઈ કરવા આવે, તો એનાં વચનનો સચોટ રદિયો આપી એનું ખંડન કરનારા છે. એમણે જીવ-અજીવ તત્ત્વમાં સારો પ્રવેશ કર્યો છે. શ્રાવક યોગ્ય ગુણોનો તો આકર છે, ખાણ છે; એટલે જ શ્રાવકના મુખ્ય ગુણ સમ્યફ શાસ્ત્રબોધ અને સમ્યક શ્રદ્ધા તથા વ્રતો, એના પોતે આધાર છે; એટલે જ કોઈને સમ્યગુજ્ઞાન-દર્શન તથા વ્રતો જોવા હોય તો શેઠને જુએ એટલે એ દેખાઈ જાય. વિનયના રત્નકરંડક જેવા છે. નિર્જરા યાને બાહ્ય-આભ્યત્તર તપ, તથા હેય-ઉપાદેય ને હિતાહિતનો વિવેક, અને પાપાશ્રવો આડે દીવાલરૂપ સંવર, 28 - તરંગવતી