________________ જુગાર કેટલાં પાપ લાવે ? : ખાનદાન પણ ખૂની ! : પરંતુ કમનસીબી એવી થઈ કે હું જુગારના માર્ગે ચડી ગયો, અને એને લીધે સર્વ પ્રકારનાં દોષોની આદત પડી ગઈ. ઉત્તમ કુળનો છતાં ચોરીનો રંજ રહ્યો નહીં ! જરૂર પડ્યે બીજાને મારવામાં પણ સંકોચ રહ્યો નહીં ! આવા જુગાર ચોરી હિંસા વગેરેનાં પાપોથી જનસમાજમાં હું દુગંચ્છિત અને ધૃણાપાત્ર બની ગયો ! જ્યાં જાઉં ત્યાં મને ધુત્કાર જ મળે ! છતાં હું તલવાર લઈને જ ફરતો. સૌ કોઈ મારાથી ડરે, અને મોં મચકોડીને મારાથી આઘા જાય. પરંતુ એવાં એકલા અટૂલા પડી ગયેલા મારે એવા ચારે બાજુના ધૃણાતિરસ્કારનાં વાતાવરણમાં શી રીતે દહાડા જાય ? એટલે હું ત્યાંથી નીકળી ગયો, અને બીજો કોઈ આશ્રય દેખ્યો નહીં, એટલે હું વિંધ્યાચળની અટવીમાં ચોરોની પલ્લીમાં પહોંચી ગયો !. જયાં ચોરો હાથમાં શસ્ત્ર લઈને ફરતા હતા. અને અનેક પ્રકારની વંચનાઓ-લુચ્ચાઈ-ઠગાઈ કરી કરીને લોકોને લૂંટતા હતા, એમનામાં ધર્મ કે દયા જેવું કાંઈ હતું જ નહીં, એથી જ એ કેટલાય બ્રાહ્મણો સાધુઓ અને સ્ત્રીઓને પકડીને બાંધી લાવતા ! તે ચોરોની સેનામાં હું ચોર તરીકે દાખલ થયો, અને એક શૂરવીર અને સત્ત્વપ્રિય ચોર તરીકે પલ્લીમાં ગવાવા લાગ્યો. ત્યારે ચોરોનાં સેનાપતિએ મને આવકારથી બોલાવ્યો, મને માન આપ્યું, અને ત્યાં મને રાખી લીધો. હું હવે નિર્દય અને પાપનાં બિલકુલ ભય વિનાનો થઈ ગયેલો, ત્યાં રહેતો હતો. ત્યારે ત્યાં પકડી લાવેલાનાં ઉપર નિર્દયતાથી ચોકી કરવા વગેરે પાપ-સુભટનાં પરાક્રમથી ચોરોમાં મેં સારી કીર્તિ જમાવી ! એટલે સેનાપતિ મારો સંગ છોડતો નહોતો; મને પાસે જ રાખે ! અને હું પણ બહુ બળવાન તરીકે, ને અત્યંત નિર્દય તરીકે, અને જમરાજના પુત્ર તરીકે નામ પ્રસિદ્ધ થઈ ગયું ! એ લોકો ચોરી-લૂંટફાટ કરવાની ન હોય ત્યારે નવરા બેઠા શું કરે ? તે ચોપાટ જુગાર ખેલતા હતા. જુગારમાં તો હું પહેલેથી જ પાવરધો તો થઈ ગયેલો જ હતો, એટલે સચોટ દાવ નાખનાર અને વિજેતા બનનાર તરીકે ચોરો મારું સન્માન કરતા. માણસને માન-સન્માન કેવું મારે છે ! પાપના ધંધા કરતાં માન મળે છે, તો પાપ વધુ અને જોરદાર કરવાનો પાનો ચડે છે ! આ હિસાબે ધ્યાન રાખવા જેવું છે કે ધર્મ કે સુકૃત કરતાં માન મળ્યું, પણ જો આ માન-સન્માનથી હરખાયા, તો અવસરે પાપના કામમાં પણ સન્માન મળતાં પાપમાં તેજી આવશે ! જેના પર પરલોક મહાભૂંડો સરજાશે ! કર્મ ! તારી ગતિ ન્યારી 317