________________ કહે છે. કે, “બખશો (બક્ષો) ગુના અબળા તુમચી, પ્રીતમ પ્રાણાધાર. વિણ અપરાધે વહાલા એવો, ક્યાં ઘો ટાઢો માર....” ઇત્યાદિ અઢળક પ્રેમના બોલ સંભળાવે છે; ત્યારે ધન્યકુમાર કહે છે કે, કહે ધનો કામિની પ્રત્યે; કાજ ન આવે કોય રે, પરભવ જાતાં જીવને, મેં વાત વિચારી જોય રે. માતા પિતા ભાઈ બેનડી, સહુ કુટુંબ તણો પરિવાર રે, સ્વારથમાં સહુ કો સગાં, મિલિયા છે સંસાર રે..” અર્થાત્ જીવને પરલોકે જતાં અહીંનું કોઈ સગું કામ આવતું નથી. ન તો એ સગા પર આવી ઊભેલા મોતની કારમી સજામાંથી એને બચાવી શકતું, કે ન તો મૃત્યુ બાદ પરલોકમાં સથવારો કરતું. એટલું જ નહીં પણ મરનાર જીવને પરલોકે જવાનું થાય ત્યારે, ત્યાં એને શું કામ લાગે ? માત્ર જીવનમાં કરેલાં એવા જંગી પુણ્ય પરલોકે કામ લાગે. એવા જંગી પુણ્યની કમાઈ કરાવી આપવા પણ અહીં જીવતાં કોઈ સગા તૈયાર હોતા નથી ! સગાઓનો તો આ સગાના જીવતાં માત્ર એની પાસેથી એનાં પુણ્ય વટાવરાવી, પોતાની સુખ-સગવડ સાધી લેવાની જ એક માત્ર તમન્ના રહે છે. એનો અર્થ એ, કે આ સંસારમાં માતા-પિતા-ભાઈ-બેન વગેરે આખો કુટુંબ પરિવાર જીવને જે મળ્યો છે, તે એ સગા જીવનું કલ્યાણ કરાવવા માટે એટલે કે એમ નહિ, પણ પોતાના દેહનું કલ્યાણ એની પાસેથી આંચકી લેવા માટે મળ્યો છે. ખરી વાત એ છે કે માણસને પોતાને જ પોતાના ને કુટુંબના દેહકલ્યાણની પડી છે, એમ પોતાના ને પરનાં આત્મકલ્યાણની પડી નથી ! કદાચ ધર્મ કરશે તો પાપોના આટામાં લૂણ જેટલો ! એટલે જ દા.ત. જુઓ કે, દેરાસરમાં કદાચ ભગવાનને પ્રક્ષાલ કરવાના દૂધના દેઘડામાં દૂધની દદૂડી મૂતરાવશે, અને કુટુંબી દરેકને પીવા મોટા કટોરા ધરાશે ! એજ રીતે અહીં પૂર્વના ધર્મની લગભગ બધી કમાઈ કુટુંબના રાગમાં કર્મ ! તારી ગતિ ન્યારી 315