________________ મુનિનો પૂર્વ ભવ : પારધી-વૃત્તાંત H મહાત્મા ત્યાં મધુર સંગતિવાળી અને મિતાક્ષરી વાણીથી કેવળ પરના ઉપકાર માટે કહી રહ્યા છે. તે પણ સ્વયં નિર્વિકાર રહીને કહે છે; કેમકે એ જિન-વચનોનાં વિશારદ બનેલા છે. વાણી મધુર હોય તો સામાને પ્રિય અને ગ્રાહ્ય થાય. એથી ઊલટું વાણી કર્કશ અને કડવું કહેનારી હોય તો પોતાનાં કિંમતી પણ વસ્તુ કથનથી સામા પર સારી અસર પાડી શકતા નથી. કેટલાંય માબાપોની એવી કર્કશ ભાષાથી છોકરા પર સારી અસર થતી નથી. સાધુ પણ વ્યાખ્યાનમાં જો એવી કર્કશ ભાષા વાપરે, તો શ્રોતાજનો એમાંથી સારી અસર લઈ જવાને બદલે ઊલટું કહે છે કે “મહારાજનો સ્વભાવ તેજ છે.” સાધુએ આમાં વ્યાખ્યાનથી શું સારું આપ્યું ? ત્યારે પ્રિય અને મધુર ભાષાવાળા માબાપોની સંતાન પર સુંદર અસર પડે છે. એમ એવાં વ્યાખ્યાનોની શ્રોતા ઉપર હૃદયવેધી ઊંડી અસર પડે છે. વેપારી ઘરાક સાથે એવી પ્રિય મધુર ભાષા વાપરે તો એ ઘરાક તો કાયમનો થઈ જાય, પણ બીજા ય ઘરાક લઈ આવે છે. ભાષા કર્કશ હોય તો વેપારી ઘરાકને ગુમાવે છે. પ્ર.- પરંતુ ઘરમાં બચપણથી માબાપની એવી કર્કશ ભાષા સાંભળી સાંભળીને અમને એવી ભાષાની કુટેવ પડી ગઈ હોય તે કેમ સુધરે ? ઉ.- કુટેવ સુધારવા માટે પહેલાં તો મન પર નિશ્ચિત કરી દેવું જોઈએ કે “બોલીને સામા પર અસર પાડવાની વાત તો પછી, પરંતુ પહેલો તો મારા પોતાના આત્મા પર એવી કર્કશ બોલીથી ક્રોધ-દ્વેષ-અભિમાન વગેરેની ખરાબ-મલિન લાગણી પોષાય તે હવે મારે નથી પોષવી. “એની પોતાની જાતમાં ખોટી અસર છે, જિંદગી સુધી આવી જ્યારે ને ત્યારે કઠોર-કર્કશ અપ્રિય ભાષા વાપરતો રહું તો એથી પરભવ માટે કેવા સંસ્કારનું પોટલું ઉપાડીને ચાલવાનું? જો અહીં જિંદગીના છેડા સુધી આ નહીં સુધારું, તો પછી કયા ભાવે સુધારવાનું થવાનું હતું ? માટે બીજાનાં ભલાની વાત તો પછી, પરંતુ મારા આત્માનું ભલું થાય એ માટે મારે મધ જેવી મીઠી અને પ્રિય ભાષા બોલવાની ખાસ ટેવ પાડવી છે.” આવો જો નિર્ધાર કરી રાખ્યો હોય, ને વારે વારે મનમાં એ લાવ્યા કરાય કે; “જો જે જીવ ! ક્યાંક કઠોર-કર્કશ-અપ્રિય શબ્દ ન બોલાઈ જાય.” આમ વારે વારે જાગૃતિ રાખવામાં આવે, તો પ્રિય મધુર ભાષા બોલવાની સારી ટેવ પડે. | કુંભારણ ગધેડીઓ લઈને જતી હતી. ગધેડીઓ આડાઅવળી ચાલતી. 306 - તરંગવતી