________________ પાપાચરણનો સમય થોડો. પરંતુ પાપોદયનો સમય લાંબો લચક હોય છે. તરંગવતીને મુનિ આગળ શું કહે છે? : તરંગવતીને પેલા મુનિ કહી રહ્યા છે કે “આમ જીવ બંધનાં કારણો સેવવાથી કર્મથી બંધાય છે, અને વિપરિત કારણો સેવવાથી કર્મથી મૂકાય છે. એ કૂવાનાં અરઘટ યંત્રની ઘડીઓની જેમ ઊંચેથી નીચે, ને નીચેથી ઊંચે; અર્થાત્ દેવ-મનુષ્યની સદ્ગતિમાંથી નરક-તિર્યંચગતિની દુર્ગતિમાં અને ત્યાંથી ફરી દેવ-મનુષ્ય ગતિમાં ભટક્યા કરે છે. | મધ્યમ શુભ યોગોથી મનુષ્યગતિ પામે છે, અને ઉત્તમ શુભ યોગોથી દેવગતિ પામે છે; જ્યારે અશુભ પાપયોગોથી તિર્યંચગતિ, અને ઉત્કૃષ્ટા અશુભ પાપયોગોથી નરકગતિ પામે છે. પાપ-યોગો દુર્ગતિનું કારણ છે અને ધર્મ-યોગો સતિનું કારણ છે. જીવનાં મન ઉપર મોહનું અંધારું એવું છવાઈ જાય છે કે પછી એ ક્ષણિક વિષય-સુખો માટે હિંસા-જૂઠ ચોરી–મૈથુન-પરિગ્રહ, ક્રોધાદિ ચાર કષાયો, રાગ-દ્વેષ કલહ-અભ્યાખ્યાન (આળ ચડાવવું) પૈશુન્ય (ચાડી ચુગલી) રતિઅરતિ (હરખ-ઉદ્વેગ) બીજાની નિંદા, માયા, મૃષાવાદ અને મિથ્યાત્વશલ્યનાં 18 પાપસ્થાનક સેવે છે. તે પણ મન-વચન અને કાયાથી આંખ મીંચીને સેવ્યું જાય છે ! પાપિઠ વિચારો કરી કરી પોતાના જ મનને મહા ખરાબખસ્ત રાખે છે ! અહો ! અજ્ઞાન દશા કેટલી બધી ભૂંડી-ભયંકર છે કે એ પોતાના આત્મા સામે જોતો જ નથી ! આત્માનાં પરલોક સામે ય જોતો નથી ! અને રૂડાં મનુષ્ય-અવતારમાં કૂડા અઢાર પાકિસ્થાનક સેવે છે ! એ સેવરાવનાર પહેલા નંબરમાં એને મળેલી લુચ્ચી ઇન્દ્રિયો છે, જેને મૂરખ જીવ વિષયોમાં યથેચ્છ અને બેફામ દોડાવે છે ! ઇન્દ્રિયો ઉપર કશો અંકુશ મૂકાતો નથી. એથી સતત મલિન અધ્યવસાયોમાં રમતો રહી આ જીવ ચારે ગતિઓમાં ભટકે છે ! એમાં વિશેષ કાળ તો દુર્ગતિઓમાં કાઢે છે, ને ત્યાં ભયંકર દુઃખોમાં રિબાતો રહે છે. તમને સંક્ષેપમાં બંધનાં આ કારણો બતાવ્યા. જેવી રીતે શરીર જો તેલથી ચિકાશવાળું કરેલું હોય તો એનાં પર વાતાવરણમાંની ધૂળ ચોંટ્યા કરે છે; એમ આ 18 પાપસ્થાનકની ચિકાશથી આત્મા ઉપર ઢગલો કર્મર ચોંટ્યા કરે છે. કર્મ ! તારી ગતિ ન્યારી 303