________________ અપરાધ કર્યો, એટલે આપ પણ ગામડાઓમાં જ ફરતા હો, તેથી મેં આમતેમ ગામડાઓમાં જ તપાસ માંડી. એમાં અહીં તહીં ગામડાઓમાં જોતા જોતા બહુ ફરતા અહીં આવી ગયો, અને ભગવાનની મારા પર મહેર થઈ કે તમો બંને અહીં મળી ગયા ! અને લીલાલહેર થઈ ! મારો શ્રમ સફળ થયો..” સંસારમાં બધે જ અંતે માણસના ભાગ્યાનુસાર બને છે. જ્યાં સુધી ભાગ્ય જોર ન કરતું હોય ત્યાંસુધી ઇષ્ટ પ્રસંગ ન બને; પરંતુ જ્યારે ભાગ્ય જોર કરે છે ત્યારે ગેબી રીતે ઈષ્ટ બની આવે છે. તરંગવતી અને પદ્મદેવને ભાગ્ય મંદું હતું ત્યાંસુધી ઈષ્ટ ન બન્યું, ઊલટું, મરણાંત જેવી આફત આવી ઊભી ! પરંતુ ભાગ્યે જોર મારતાં ચોરોની પલ્લીમાંથી છુટકારો ય મળ્યો ! તેમ અહીં પણ આ ઘરના જ નોકરનો ભેટો ય થઈ ગયો ! ભાગ્યતત્ત્વની હિસાબે આમ બને એમાં નવાઈ નથી. ભાગ્યની શ્રદ્ધા વિનાનો માણસ ભાવી સલામતી ભૂલે છે : ભાગ્યની બળવત્તા ન માનવાથી કાં તો સંપત્તિમાં અતિ હરખના ઉન્માદમાં ચડી ન કરવાના કામ, ન કરવા જેવાં પાપો કરે છે, ને ભાવી દીર્ઘ કાળની સલામતીના વિચારને જ ભૂલી જાય છે ! ને એમાં અંતે ખુવાર થાય છે. છેવટે એને મોત ભયંકર આવે છે. મોત વખતે દુર્દશાનો પાર નથી રહેતો ! ત્યાં કરણ ચીસો સાથે એ મરે, એમ આ પોતાની દુર્દશાના હાય ! હાય !' સાથે કલ્પાંત કરતો કરતો મરે છે. ત્યારે જો ભાગ્યની બળવત્તા સમજતો હોત તો સંપત્તિમાં બહુ હરખના ઉન્માદમાં ન ચડતાં, સભાવના કરતે કે - ભાગ્યની શ્રદ્ધાવાળાની સંપત્તિમાં સદ્ભાવના : એટલે આજે જ્યારે ભાગ્યની અનુકુળતામાં મારે સારાસારી છે, ત્યારે સારાં સુકૃત કરી લેવા દે.” આ આધુનિક શિક્ષણની અસર નીચે અનાત્મજ્ઞ બનેલાને ક્યાંથી સૂઝે ? આ તો સંપત્તિ વખતની વાત થઈ. ત્યારે આપત્તિ વખતે પણ અનાત્મજ્ઞા માણસ ભાગ્યની બળવત્તા ન સમજી, આફત ટાળવા માણસાઈ મૂકીને કઈ પ્રકારના પાપ પ્રપંચો સેવે છે ! એમાં વર્તમાન આપત્તિમાં એ ભોગવીને અલબત્ત અશુભ કર્મને ખપાવે છે, પરંતુ પાપ પ્રપંચોથી નવાં લખલૂટ અશુભ કર્મ લોટ જથ્થો બાંધી જાય છે ! કર્મ ! તારી ગતિ ન્યારી 2 53