________________ એટલા માત્રથી બધી જ શક્યતાઓ નામશેષ થઈ જાય છે ! હે પ્રભુ ! હે જીવનનાથ ! કંઈક મહેર વરસાવો ! આ ભયંકર આપત્તિમાંથી છોડાવો.” અંગોમાં ધ્રુજારી સાથે મારી આંખમાંથી આંસુની ધાર વહે છે. હજી વધારે કમકમી સેનાપતિના દશ્ય ને બોલ પર કેવી થાય છે ! એ જુઓ.- અમને સેનાપતિના મુકામમાં દાખલ કરાયા ત્યાં ઊંચો સભામંડપ છે, સભામાં એના સુભટો એટલે ચોર, ડાકુ, લૂંટારાં જ હોય ને? એમના રાક્ષસ જેવા મોઢાં જોતાં ગાતર (ગાત્રો ઢીલાં પડી જાય ! સેનાપતિને બે બાજુ ચામર વીંજાઈ રહ્યા છે. કેમ જાણે શ્રેષ્ઠ સુભટોનો યમરાજ જેવો ચૂડામણિ ન હોય ! મરણના ભયથી ભયંકર ત્રાસ પામેલા અમે એને હાથ જોડ્યા, ચોર સમૂહ એના પગમાં પડી ગયો, ગાય, સ્ત્રીઓ અને બ્રાહ્મણનો ઘાત કરવામાં નિધૃણ તથા સ્વભાવે કરીને રૌદ્ર ચહેરાવાળો એવો એ સેનાપતિ અમારી સામે જુએ છે, અને જોઈને એક ઘોર પ્રવૃત્તિવાળા સુભટને સેનાપતિએ પાસે બોલાવ્યો, અને એના કાનમાં કંઈક કહ્યું, પરંતુ એવું કહ્યું કે જે નજીક ઊભેલા પમદેવ અને તરંગવતીને સંભળાઈ ગયું અને સાંભળતાં જ મોતિયાં મરી ગયા ! આંખ સામે લાલ પીળાં આવી ગયાં ! મગજ ચક્કર ચક્કર ઘૂમવા માંડ્યું, જાણે હમણાં જ બેભાન થઈને પડી જશે ! એવો એ સેનાપતિનો ભયંકર આદેશ હતો. માણસના કાન પર જ્યારે ભયંકર આદેશ સંભળાય છે, ત્યારે આદેશનો અમલ તો ભલે દિવસો પછી થવાનો હોય, પરંતુ અત્યારથી જ ભારે ગભરામણનો પાર નથી રહેતો. એ જ્યારે કર્મના ભયંકર આદેશ કાન પર સંભળાતા નથી, એટલે ઠેઠ આદેશનો અમલ અત્યંત નિકટમાં આવે ત્યાંસુધી પણ કશી ગભરામણ જ થતી નથી ! એ આશ્ચર્ય છે. ત્યાં જોઈએ તો ખબર પડે છે કે કર્મસત્તા ભવિષ્યમાં અણધારી ત્રાટકે એવો સંભવ હોવા છતાં માણસ કેવા કેવા આંધળિયા કરે છે ! અને પછી જયારે કમસત્તા અણધારી ત્રાટકે ત્યારે કેવા લોહીના આંસુ પાડે છે. દાખલા તરીકે, નળરાજાનું આંધળિયું કાર્ય : નળરાજા નાના ભાઈ પુષ્કર સાથે જુગારના ચડસે ચડ્યા ! એ વખતે રાણી દમયંતી મહાસતી ના પાડતી રહી છતાં માન્યું નહીં. તો પરિણામે બધું હારીને દમયંતી સાથે પહેર્યો લૂગડે રાજમહેલ છોડીને નીકળવું પડ્યું ! એ વખતે રાજા બનેલ ભાઈ પુષ્કરે રાજયમાં ફરમાન કાઢેલું 2 18 - તરંગવતી