________________ રહ્યા હતા, એટલે એ વખતે મારે એમને હતાશ નહોતા કરવા તેથી મારા દિલનો નિર્ધાર કહેવાને અવસર નહોતો. કેમકે નહિતર તો મારી બીજી કન્યા નહિ અને માત્ર તરંગવતી જ પરણવાનો નિર્ધાર કહેવા જતાં અવિનય થાય, મોટાની આમન્યા તોડવાનું થાય; અને સારસિકા ! આપણે ખાનદાન કુળના, તે વિનય-આમન્યા-મર્યાદાપાલન એ આપણી ખાનદાની તે કેમ ચૂકાય ? મેં તરત વિનયભાવે એમને કહી દીધું કે જેવી તમારી આજ્ઞા એમ કરીને વડીલજનને વિશ્વાસ તો આપી દીધો. પરંતુ મારું અંદરથી દિલ બિલકુલ માનતું નહોતું.” અહીં પૂછો, પ્ર.- અંદરખાને એવું દિલ ન માને, તો શું બહારમાં સારા દેખાવાનો ઢોંગ-ધતુરો કરાય ? ઉ.- ખાનદાનીની મર્યાદા જાળવવી હોય તો એકવાર તો વડીલ વચન તહત્તિ કરવું જ જોઈએ; નહિતર તો અનાર્ય વ્યવહાર ચલાવવા પડે. પેલો પઘદેવ કહી રહ્યો છે, “બાઈ ! તરંગવતીના બાપે એમની પાસે સામા પગલે ચાલીને આવેલા મારા પિતાને ઘસીને ના પાડેલી. એથી દુઃખિત થયેલા મારા પિતાના બોલનો ભારે વિરોધ કેમ કરાય ? અમારું ન સ્વીકાર્યું માટે એમને વધુ દુઃખિત કેમ કરાય ? એમનું વચન “ભલે એમ હો' કહીને માથે ચડાવવાનો દેખાવ કર્યો. “પરંતુ સખી !' દિલ માનતું નહોતું. તેથી મેં જોયું કે હવે તરંગવતી મળે એમ નથી તો પ્રિયા વિના જીવીને શું કામ છે ? જીવતા રહીને પ્રિયાનો અ-સંપર્ક સહેવાનું મારે મુશ્કેલ છે તેથી મેં આત્મહત્યાનો નિર્ણય કરી લીધો.” સાંસારિક કોઈ વાતમાં હતાશ નિરાસ થયેલો જીવ ક્યાં સુધી પહોચે છે ? કેવા ઘેલા નિર્ણય લે છે ! અમૂલ્ય મનુષ્ય જિંદગી એટલે સુકૃતો કમાઈ લેવાનો અને પૂર્વના પાપોનો ભુક્કો કરવાનો અમૂલ્ય કાળ ! એને શું એક કોઈ વસ્તુની નિરાશામાં વિણસાડી નાખવાનો ? દઢપ્રહારી : દઢપ્રહારી ચોર પણ ચાર મહાન હત્યાના પાપથી ત્રાસી જઈ આપઘાત કરવા ચાલેલા ! એમાં મુનિ મળ્યા અને મુનિએ વાત જાણી, એને આ જ કહ્યું,- “માનવજીવન ખો નહિ. જીવન હાથમાં છે ત્યાં સુધી પાપોને ધોવા માટે, અને ભાવી સલામતિકારક પુણ્યાનુબંધી પુણ્યની મૂડી એકત્રિત કરવા માટે, ઉત્તમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપની આરાધના કરતો રહે, જીવતો રહીશ તો એ કરવાને તક છે. મરીશ તો તક ગઈ સમજ.” 172 - તરંગવતી