________________ એમનો પત્તો મળ્યો નહિ. છતાં મેં બહુ રાહ જોઈ, પણ મળવાની આશા નથી. તો એમના વિના હું હવે વધારે વખત રહી શકું એમ નથી, તેથી તે વનદેવતા ! હવે તમને એ મળે તો એમને કહેજો કે આ વિશલ્યા એકમાત્ર તમને ચાહે છે. તમે મળ્યા નહિ તેથી એણે આત્મહત્યા સ્વીકારી, ને ઇચ્છે છે ભવાંતરે તમે જ મને સ્વામી તરીકે મળજો.” સંસારમાં જીવની કેવી મોહમૂઢદશા છે ! એક દુન્યવી માણસ ખાતર પ્રાણ છોડવા અને ઉત્તમોત્તમ માનવભવ ગુમાવવા તૈયાર થઈ જાય છે, પરંતુ એ નથી વિચારતો કે “આમે ય જ્યારે ઇષ્ટ પતિ મળવાના નથી અને જિંદગી ગુમાવી જ દેવી છે, તો એના કરતાં જીવતા રહીને ચારિત્ર અને કઠોર તપસ્યા માર્ગની આરાધના કાં ન કરી લઉં ?' આપઘાતથી મરીને ખલાસ જ થવું છે, તો એના કરતાં તપસ્યાથી કાયાને ઓગાળી નાખી ખલાસ થવું શું ખોટું ? પરંતુ મોહમૂઢતાને લીધે મનને આ સૂઝતું જ નથી. લક્ષ્મણનો ભેટો : વિશલ્યાના શબ્દો લક્ષ્મણજીએ સાંભળ્યા હશે, એટલે એ દોડતા આવ્યા, ફાંસો છોડી એને બચાવી લઈ પૂછે છે, શા માટે આવું આપઘાતનું અધમ કૃત્ય કરવા તૈયાર થઈ ગઈ ? વિશલ્યા કહે “તમે ફાંસો છોડનારા કોણ છો ? તમે આઘા જાઓ; મને ફાંસો ખાઈ મરી જવા દો !' લક્ષ્મણ પૂછે, પણ એવું તે શું દુઃખ આવ્યું તારે ?' વિશલ્યા કહે, લક્ષ્મણજીને મેં હૃદયથી પતિ ઘાર્યા છે, પણ સાંભળ્યું કે એ તો વનવાસે ચાલ્યા ગયા; તો એમના વિના હવે હું સમય કાઢી શકું એમ નથી. ત્યાં લક્ષ્મણજી ખુલાસો કરે છે કે “અહો ! અહો ! તો તો તારે મરવાની જરૂર જ નથી. જો હું પોતે જ લક્ષ્મણ છું. અહીં બાજુમાં મોટાભાઈ રામચંદ્રજી બિરાજમાન છે. એમની સાથે હું વનવાસે નીકળેલો છું. વિશલ્યા સાંભળીને ખુશીનો પોટલો થઈ ગઈ ! પગમાં પડીને હાથ જોડી વિનંતી કરે છે કે તો પછી હવે તમે મને હમણાં જ ગાંધર્વ વિવાહથી પરણી લો, અને મને સાથે લઈ ચાલો; નહિતર હું તમને સ્ત્રી હત્યાનું પાપ આપીશ. કર્મ ! તારી ગતિ ન્યારી 169