________________ જીવવાનું મુશ્કેલ છે. એણે તમને વચનથી આ પ્રમાણે સંદેશો કહેવરાવ્યો છે. કે હું એજ ચક્રવાકી છું, જે ચિત્રપટ્ટમાં આલેખેલી. ચક્રવાકના અવતારે તો તમે મને પ્રેમનું અમૃત પાયું છે, તો તે નરવીર ! અહીં પણ મને એ જ સદ્ભાવ ને એજ નેહભર્યું દિલ મને આપો. શામ-દામ-ભેદ વગેરે ઉપાય કરી જે ગુણકારી બને તે કરો.” લો આ રહ્યો એનો તમને આપવાની વિનંતી પત્ર.” ' એમ કહીને તે તરંગવતી ! મેં એમને તારો પત્ર આપ્યો. એ જ્યારે હું પત્ર આપવાનું કરતી હતી, ત્યારે એ પદ્મદેવકુમાર એટલા બધા લાગણીવશ હતા કે એમનાં શરીરના સર્વ અંગો કંપાયમાન થઈ ગયેલા તારા પરના પ્રેમના હરખના, અને તું નહિ મળવાથી થયેલ શોકના, એમ મિશ્ર લાગણીના આંસુ આંખમાં ભરાઈ આવ્યા ! એ પરથી મેં જોયું કે એના અંગે અંગમાં આટલો બધો લાગણીનો ધ્રુજારો અને આંખમાં ઊના આંસુ સૂચવી રહ્યા છે કે તારા પરનો એમના દિલમાં રાગ ભારે પુષ્ટ થઈ ગયો છે ! નહિતર પૂર્વ ભવના વિયોગનું દુઃખ હળવું કરવા પાટી પર પૂર્વ ભવનું ચિત્ર દોરીને એને છાતીએ લગાડી લગાડી એના પર આંસુ કેમ સાર્યા કરે ?" તરંગવતી પર અસર : તરંગવતી જેમ જેમ સાંભળતી જાય છે, તેમ તેમ પોતાના પર પમદેવનો પ્રેમ જોઈ જોઈ હરખાતી જાય છે. એનો અર્થ એના દિલમાં પહ્મદેવ ઉપર રાગ વધુ પુષ્ટ થતો જાય છે. આ સૂચવે છે કે આ “સંસારમાં કોઈની પર રાગ કર્યો પછી એના અંગે જેમ જેમ સારું સાંભળવા મળે તેમ તેમ રાગ વધતો જવાનો. તો કહો, સંસાર કેમ અસાર ? : આટલા જ માટે કે સંસારના જડ ચેતન ભાવો પર રાગ કરવા જતાં એના અનુકૂળ ઉત્તેજક સંયોગો આવી આવીને એ રાગમાં એવી વૃદ્ધિ થતી જાય છે, કે સાંસારિક પદાર્થો પરનો રાગ અને એમાં મુગ્ધ મન વીતરાગ અને એમના ધર્મમાંથી ખસી જવા મોટો સંભવ ! આ નુક્સાન જેવું તેવું નથી. સંસારના માલ મિલકત પૈસા પરિવાર વગેરે વિષયોના ને એના રાગના દુર્ગતિમાં ભયંકર પરિણામ આવે છે, એ વાત પર માણસને હજી એવી શ્રદ્ધા નથી બેસતી કે “જે એને વિષયો ને એના રાગમાં ભડક લગાવે કે હાય બાપ ! આવા ગોઝારા વિષયો ? ને એવો ગોઝારો એનો રાગ ?' શ્રદ્ધા ન બેસવાનું કારણ કે એ ગોઝારાં પરિણામ એ પરભવની વસ્તુ છે, ને તે અહીં નજરે 16 2 - તરંગવતી