________________ છું, અને મને એમણે બોલાવી છે, એટલે હું અહીં આવી છું. સ્ત્રીસુલભ જૂઠ હંકાર્યું તો ખરું પણ ચાલાક માણસ આગળ એ કેટલું ચાલે ? તરત દ્વારપાળ મને કહે બાઈ ! તું પરિચિત હોવાનું કહે છે, પણ અહીં તો તું તદ્દન નવી લાગે છે. અમે તને અહીં પહેલાં કદી જોઈ નથી, શાની પરિચિત હોવાની વાત કરે ?' દ્વારપાળે મને અપરિચિત તરીકે પકડી પાડી. ત્યારે જૂઠ બોલતાં જો પકડાઈ જાય તો શું માણસ એ ભૂલનો ઇકરાર કરે ? માફી માગે ? સુધરી જાય? ના, એ તો પકડાઈ ગયા તો નવું જૂઠું ! અંગ્રેજીમાં કહેવત છે, 'One lie begets a score of lies' એક જૂઠ કડીબંધ જૂઠને તાણી લાવે છે. એટલે ? તો પહેલાં જૂઠથી જ પાછા વળ્યાં, જૂઠ ન બોલ્યા, તો પછી 20 જૂઠ્ઠાણાથી બચી જવાય. પેલી સારસિકાએ એક જૂઠ્ઠાણું હલકાર્યું કે હું પદ્મદેવને પરિચિત છું, ને મને એમણે બોલાવી છે. ત્યાં દ્વારપાલ કહે છે. બેન તમે તો અહીં નવા જ છો. પરિચિત હો, તો પહેલાં ક્યારે ય દેખાવા જોઈતા હતા ને ?' ત્યાં સારસિકા બોલી હું જાણું છું કે તમને નવી લાગું પરંતુ હું આર્યપુત્ર પદ્મદેવ માટે અજાણી નથી...' ' એમ કહીને હસતી હસતી દ્વારપાળની પ્રશંસા ચાપલૂસી કરવા કહે છે બાકી, હા, હા, હા... સાર્થવાહના કુળને ધન્યવાદ ઘટે છે કે જ્યાં તમારા જેવા આર્યપુત્ર દરવાજા પર જ આવી ચોકસાઈ કરે છે. જરા મારા પર મહેરબાની કરીને આટલી કૃપા કરો, ને એકવાર તમે આર્યપુત્ર પધદેવની મને ભેટ કરાવો. ત્યારે દ્વારપાળ રાજીથી કહે છે, જરૂર તને ભેટ કરાવું છું. માત્ર મારે તો પરસ્ત્રીના પ્રવેશ પર પ્રતિબંધ રાખવાનું મારું કર્તવ્ય છે, એ કર્તવ્યને મારા હાથે ભંગ ન થાઓ. દાસી કહે “એમાં તમે બે ફિકર રહો, હું કોઈ એવી હલકી કે અજાણી પરસ્ત્રી નથી.” ' જોવાની ખૂબી છે કે પદ્મદેવના પિતા ધનદેવ શેઠે ઘરમાં કેવી તકેદારી 1 56 - તરંગવતી