________________ બેઠેલા બીમારને સ્પર્શે, તો એની બીમારી મટી જાય !. સનતકુમાર ચક્રવર્તી મુનિને કઠોર તપસ્યાથી અને સ્વેચ્છાએ રોગો સહન કરવાથી, અનેક લબ્ધિઓ પૈકી એક વિપ્રોસહિલબ્ધિ પ્રગટ થઈ ગયેલી, તે દેવતા ધવંતરી વૈદ્યનું રૂપ કરી એમની પાસે આવી એમના રોગ મિટાવી દેવા તૈયારી બતાવે છે; ત્યારે મહામુનિ કહે છે, “જો ભાઈ રોગ તો મારા મિત્ર છે. એ છે ત્યાં સુધી એ ભોગવી ભોગવીને મારા કર્મશત્રુઓનો નિકાલ થાય છે. એ રોગમિત્રોનો, તું વિયોગ કરાવવા આવ્યો છે ? રોગ તો જો મારે કાઢવા હોય તો ભગવાનની કૃપાથી ઊભી થયેલ તપની લબ્ધિના પ્રતાપે કાઢવાનું કાંઈ જ કઠિન નથી. લે જો.” એમ કરી પોતાના ઘૂંકની કણી લઈ કોઢ રોગવાળી એક આંગળી પર એ ઘૂંક લગાડ્યું, તો ત્યાં જ કોઢના સફેદ ધબ્બા મટી જઈ, એ આંગળી કંચનવર્ણ ગોરી ગુલાબી થઈ ગઈ ! આમ (1) કર્મોના વિલક્ષણ વિપાક અને (2) આત્મલબ્ધિઓ અદ્ભુત આશ્ચર્યજનક ભાવ ભજવે, એ સહજ છે. એથી જ ભગવાનને અદ્ભુત અતિશયો કામ કરી રહ્યા હોય છે. ત્યાં આ કેમ બને એવી શંકા કરવી અયુક્ત છે. આપણા તરંગવતી કથાકાર પાદલિપ્તસૂરિજી મહારાજ એવી કોઈ વિશિષ્ટ જ્ઞાનલબ્ધિ વીર્યલબ્ધિ આદિવાળા, તે એની બિચારા યોગી નાગાર્જુનને શી ગમ ? તે એણે પોતે તો આચાર્ય મહારાજને સુવર્ણસિદ્ધિનો રસ મોકલેલા. પણ આચાર્યદેવ એ રસના ડબલાને લાત મારી રસને ધૂળ ભેગો કર્યો અને બદલામાં ડબલામાં પોતાનો પેશાબ ભરી મોકલ્યો, એને અજ્ઞાન નાગાર્જુન અપમાન અને એક ગંઘો પદાર્થ સમજી જમીન પર ફેંકે છે ! ત્યાં જ એના છાંટા જે શિલા પર પડ્યા એ શિલા રત્નમય થઈ ગઈ ! પાદલિપ્તાચાર્યની લબ્ધિ : નાગાર્જુન ચોકી ઊઠ્યો કે “બાપ રે ! આની આગળ મારી રસાયણસિદ્ધિ શી વિસાતમાં ? હું સમજું કે બહુ મહેનત કરી મહાન વનસ્પતિઓના રસથી સુવર્ણ-સિદ્ધિ બનાવું, ને એ સુવર્ણરસ લોઢાને સોનું બનાવે ! ત્યારે આના તો શરીરનો અશુચિ પદાર્થ-પેશાબ પત્થરની શિલાને રત્ન બનાવે છે ! ત્યારે આમના ખુદ શરીરમાં કેટલાય રસાયણ ભર્યા પડ્યા હશે ?" બિચારા યોગીને આત્માની લબ્ધિઓની શી ગમ ? નાગાર્જુન ઊઠીને દોડતો આવ્યો આચાર્ય પાદલિપ્તસૂરિજી મહારાજ પાસે, ને પગમાં પડી જઈ ક્ષમા માગે છે, “પ્રભુ ! ક્ષમા કરો, ક્ષમા કરો મને, હું - તરંગવતી