________________ પાપ ઉપાયોનો? કે ધર્મનો ને અરિહંત શરણનો? કહેવું પડે કે અરિહંત પ્રભુ અને ધર્મનો જ સહારો લે; કેમકે એ સમજે છે કે જેનામાં સર્વદુ:ખનાશ અને સર્વસુખ પ્રાપ્તિ કરાવવાની તાકાત છે એનામાં અલ્પ દુ:ખનાશ અને અલ્પ સુખસાધન-પ્રાપ્તિ કરાવવાની જે તાકાત હોય એ બીજા કશામાં ય ન હોય. એટલે જ મોક્ષ નથી થયો ત્યાંસુધી સહારો લેવાનો હોય તો અરિહંતદેવ અને જૈનધર્મની સાધનાનો જ સહારો લેવાનો હોય; પણ નહિ કે કોઈ મિથ્યાદેવ દેવીનો યા ન કોઈ પાપ પ્રપંચોનો સહારો લેવાનો. શોક-મુંઝવણ ટાળવા શાસ્ત્ર શો ઉપાય કહે છે ? આત્મ-પ્રબોધ' નામના શાસ્ત્રમાં સુલસા શ્રાવિકાનો અધિકાર મૂક્યો છે. એમાં એના પતિના મનને પુત્ર ન હોવાનું ભારે દુઃખ છે, એટલે એ સુલતાને કહે છે. “પુત્ર માટે તમે કોઈ દેવી દેવતાની ઉપાસના કરો ને ?" ત્યારે સુલસા કહે છે, સુખ-સુખસાધન દેવા માટે અરિહંત પરમાત્મા જેવા કોઈ સમર્થ દેવ દેવી નથી; તો હું અરિહંત પ્રભુને છોડીને શા માટે બીજાને ભજું? પુત્ર માટે હું તો અરિહંત ભગવાનને જ ભજીશ.” પૂછો, પ્ર.- સાંસારિક વસ્તુ માટે અરિહંતને ભજાય ? ઉ.- જો એ પ્રભુને ન ભજાય, તો શું મિથ્યા દેવ દેવીને ભજાય ? અથવા પાપ પ્રપંચો કરાય ? જીવનમાં જ્યારે ને ત્યારે અરિહંતદેવ અને એમના ધર્મને જ આગળ કરતા રહેવાનું છે; તો જ એ દેવાધિદેવ અને એમના ધર્મની એવી મમતા અને બહુમાન પક્ષપાત ઊભા થાય કે જે જગતની કોઈ ચીજ પર ન હોય. આયંબિલની કુનેહથી માગણી : તરંગવતી એજ કરી રહી છે, “પૂર્વનો પ્રિય મળવાના નકોમાં વલોપાત કરવા એના કરતાં 108 આયંબિલ કરવા દે.” પરંતુ એમાં વડીલની સંમતિ જોઈએ, અને તે કાંઈ પૂર્વ ભવની વાત કહ્યા વગર મેળવવી છે, એટલે માતા પિતાને પગે પડીને તરંગવતી કહે છે, “કેટલાય વખતથી મનને શાંતિ નથી, તો શાંતિ માટે આયંબિલ કરું. એમ મનને થાય છે કે તો આપની અનુજ્ઞા અને આશીર્વાદ જોઈએ. માતા પિતા એને પૂછતા નથી કે કેમ અશાંતિ રહે છે ? કારણ, સમજે છે કે દીકરી ઉંમરમાં આવેલી છે, અને અમે એના માટે યોગ્ય પતિ હજી સુધી શોધી શક્યા નથી, તેથી એને સહેજ મનોદુ:ખ રહે, એ આપણે સમજી લેવાનું. 96 - તરંગવતી