________________ કશાનો. પણ એ તો એમની ભાવતી આઈટમ હતી. બપોરની કાચી રોટલીનું દુઃખ ભૂલી એ મહેમાન સાંજના હલવાના સ્વપ્ના જોવા લાગ્યા. સાંજનો સમય થયો. મહેમાન હલવાની આશાથી ભાણે બેઠા. પણ, જે આઈટમ પીરસાઈ તે જોઈ મહેમાન તો છંછેડાઈ જ ગયા. એની એ જ સવારની આઈટમો. કાચી રોટલી, કાચા ભાત, તીખા શાક.. કદાચ પાછળથી હલવો પીરસાશે.. એમ સમજી શાંત બેસી રહ્યા. મોડી બપોરે પેટ ભરીને જમેલ હોવાથી યજમાન સાંજે જમવાના ન હતા. થોડો સમય પસાર થયો. પણ, હલવાનું નામ પણ સંભળાતું નથી. હવે મહેમાન અકળાયા... આ શું ? એમણે યજમાન તરફ નજર નાંખી. અને યજમાન બોલ્યા “હલવો'. કંઈક ટોન્ટની ભાષામાં હલવો' શબ્દ સાંભળી મહેમાનને ‘લાઈટ' થઈ. યજમાન સાહેબ એમ કહેવા માંગતા હતા કે સવારની વધેલી આઈટમને જ સાંજે હલવો (હલાવો, ચલાવો, ફવડાવો). મહેમાન એ જ દિવસે ઘર છોડી ચાલી ગયા. આ ટૂચકો એ જ કહે છે કે વગર આમંત્રણે આવી પડેલા મહેમાનોની ઝાઝી પરોણાગતિ કરવાને બદલે ‘હલવો' કહી દો. પછી જુઓ ઊંધી પૂંછડીએ ભાગશે. ક્રોધ વગર આમંત્રણે આવી પડેલો મહેમાન છે, જે આપણું નખ્ખોદ વાળી રહેલ છે. એને ભગાડી મૂકવાનો સરસ રસ્તો. કોઈક અપમાન કરશે. એટલે એ અંદરનો ક્રોધ છંછેડાઈ જશે. એ વખતે એને કહો - “ચૂપ ! આ પરિસ્થિતિને - અપમાનને હલવો.” બસ ! પછી ક્રોધ ક્યાં સુધી રહેશે ? ક્રોધની આળપંપાળ કરવાને બદલે, એની ઈચ્છાએ એને ઉદયમાં આવવા દેવા કરતાં એને હલવો'નો આદેશ આપી દો કે કોઈ અપમાન કરશે તો ય તેને બહાર નીકળવા નહીં મળે. અપમાનને ય તારે હલાવવું પડશે. * કોઈ દુર્વ્યવહાર કરશે તો પણ તારે ચલાવવું પડશે. બસ, કોઈ પણ મોકે એને બહાર નીકળવાનો અવકાશ જ નહીં આપો. પછી એ તો ભાગી જ જવાનો છે. ક્રોધ એ પણ આખરે વગર નિમંત્રણનો, નખ્ખોદ વાળનારો unwanted મહેમાન જ છે ને ! 74