________________ થઈએ, પારકા કોઈ પણ પરિબળને પ્રવેશ જ ન આપીએ, ઉછીનું લેવાનું બંધ કરીએ તો મોહરાજાએ આપણા કેવલજ્ઞાન વગેરેને મોકળા કર્યે જ છૂટકો. એટલે કે કેવળજ્ઞાનને પ્રગટ થતા મોહરાજા જે અટકાયત કરે છે તે બંધ કરે જ છૂટકો. એટલું તો નક્કી રાખો કે “જેમ ઘાસલેટને 50 વર્ષ સુધી ફ્રીજમાં રાખી બહાર કાઢવામાં આવે તો પણ દીવાસળી ચાંપતા જ તેમાંથી આગ ભડભડી ઉઠે છે. મતલબ કે તે પોતાના સ્વભાવને છોડવા તૈયાર નથી. તે જ રીતે મારા ઉપર ગમે તેટલી વિપત્તિઓ વરસી પડે, પ્રતિકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ જાય તો પણ મારે મારો મૂળભૂત સ્વભાવ છોડવો નથી. ઘાસલેટ પોતાનો દાહક સ્વભાવ ન છોડે તો મારે મારો ઠારક સ્વભાવ શા માટે છોડવો ?'' અત્યારે તો ઊંધું જોવા મળે છે. ગમે તેવી સારી પરિસ્થિતિમાં પણ તમે તમારો ગુસ્સાનો સ્વભાવ છોડવા તૈયાર નથી. પરંતુ યાદ રાખજો કે ગુસ્સો આત્માનો સ્વભાવ નથી પણ વિભાવ છે. જલદીથી આ વિપરીત પરિસ્થિતિ સુલટાય અને આ વાક્ય મગજમાં કોતરાઈ જાય - “ક્રોધ મારો સ્વભાવ નથી,” એટલે ભયો ભયો ! પછી તો ગંગા નાહ્યા ! ક્રોધી એવી મૂર્ણ છે કે જે ઝેર પોતે પીવે છે અને સામેવાળાના મોતની આશા રાખે છે. - ગૌતમ બુદ્ધ 60