________________ સુંદર મજાના બી વાવું કે એ જ્યારે ઊગી નીકળે ત્યારે જીવનમાં પ્રસન્નતા, પ્રસન્નતા અને પ્રસન્નતા જ સાંપડે. જો અત્યારે બી વાવવામાં ગફલત કરી બેસીશ તો જ્યારે તેનું કટુ ફળ અનુભવવાનું આવશે, ત્યારે ફરીયાદ કરવાનો મને કોઈ અધિકાર નહીં મળે. બીજ કયું વાવવું તેનો તમને અધિકાર છે. પણ તે વાવ્યા પછી શું ઊગાડવું - તેનો કોઈ અધિકાર તમને નથી. બાવળ વાવ્યા પછી આંબો ઊગાડવાનો કોઈ અધિકાર તમને મળતો નથી. અને “મારે ત્યાં બાવળ જ કેમ ઊગે છે ? આંબો શા માટે નથી ઊગતો ?' - આવી ફરિયાદ કરવાનો પણ અધિકાર નથી રહેતો. ભગવદ્ગીતામાં આ જ ઉદ્દેશથી જણાવ્યું છે - _ 'कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन' કામ શું કરવું ? સત્કાર્ય કે દુષ્કાર્ય ? - આ બાબતમાં તમારો અધિકાર છે. પણ, સત્કાર્ય કે દુષ્કર્મ કર્યા પછી તેનું ફળ મળતી વખતે તમારી પસંદગી ચાલતી નથી. એમાં તમારો અધિકાર નથી. એ તો પછી જે ફળ આવે/મળે તે સ્વીકારે જ છૂટકો ! અ યાદ રાખજો ! વાવવાનું તમારા ખેતરમાં છે. જે વાવશો તેનું ફળ પણ તમને જ મળવાનું છે. તો પછી બાવળ શા માટે વાવવા? આંબો વાવવામાં કરકસર શા માટે કરવી ? ક્ષમા, નમ્રતા વગેરેની વાવણી કરવામાં લાગી જાઓ તો કલ્યાણ છે. બાકી કાંટા તો ઉગવાના જ છે. તે જ્યારે વાગશે ત્યારે ધોળે દિવસે તારા દેખાશે. ગામમાં બહુ ભારે પૂર આવ્યું. નીચાણવાળા વિસ્તારો તો પાણીમાં ગરકાવ થઈ ગયા. રેલનું તાંડવ ભયાનક હતું. થોડા ઊંચાણવાળા વિસ્તારો જ બચ્યા હતા. ગામથી નજીકમાં જ એક ટેકરી હતી. ત્યાં એક આશ્રમ હતો. રેલસંકટમાં જાનમાલની જે હાનિ થઈ હતી, તેમાં સહાયક બનવા સ્વયંસેવકોની ટુકડીઓ આવી પહોંચી. અસરગ્રસ્ત વિસ્તારમાંથી દરેકને અનેક ઉપાયો દ્વારા બચાવી 46