________________ જ પડવાના. ભગવાન મહાવીરના જીવે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવમાં થાપ ખાધી, ક્ષમાના બી વાવવાના બદલે ક્રોધના બી વાવ્યા. ક્રોધવશ સેવકના કાનમાં ધગધગતું સીસું રેડી દીધું. પોતાની આ ભૂલનો કેવો રોદ્ર બદલો મળવાનો છે ? - તેનો ખ્યાલ પણ સત્તાના નશામાં અને ક્રોધની આગમાં આંધળા બની ચૂકેલ ત્રિપૃષ્ઠ વાસુદેવને ન આવ્યો. અને જ્યારે એ બીમાંથી અંકુરો ફૂટ્યો અને વધતા-વધતાં ફળો આવ્યા ત્યારે તીર્થંકરની પણ લાજ-શરમ નેવે મૂકી કર્મસત્તાએ પાઈપાઈનો હિસાબ વસૂલ કર્યો. પોતે જ વાવેલ બીમાંથી ઊગેલા વૃક્ષના ફળરૂપે તીર્થંકરના ભવમાં દીક્ષા લીધા બાદ પોતાના કાનમાં ખીલા ઠોકાયા. જો પોતે વાવેલાનું ફળ તીર્થકર થયા પછી પણ ભોગવવું પડતું હોય તો પછી આપણા બધાની તો શી વિસાત ? ઋષભદેવ પરમાત્માએ પૂર્વના ભવોમાં કરેલી નાનામાં નાની ભૂલ... અને તેનું પરિણામ 400-400 દિવસના ઉપવાસમાં આવ્યું. તીર્થકરની પોસ્ટ હોવા છતાં પોતે કરેલાનું ફળ પોતાને ભોગવવું જ પડ્યું. કુદરતનો કાયદો સ્પષ્ટ છે - જેવી રીતે ધરતીમાં વાવેલું વધારીને આપવાનું મારું કામ છે, પછી તે બાવળનું બી હોય કે કેરીની ગોટલી. તેવી રીતે આત્માની ભૂમિમાં તમે જે વાવશો તેનું ફળ અનેક ગણું થઈ તમને મળશે. સારું વાવવું કે ખરાબ વાવવું ? તમારા હાથની વાત છે. જેવું તમે વાવશો તેવું તમે લણશો. As you sow, so shall you Reap ! કુદરતનો આ કાયદો સ્વીકારો છો ? કુદરતના આ કાયદામાં વિશ્વાસ છે ? જો હા, તો પછી ક્રોધના બી વાવવાની ભૂલ તો નહીં કરતા હો ને ? નિંદાના બી વાવવાની શરારત તમારાથી નહીં જ થતી હોય ને ? કોઈનું અપમાન કરવાની, તમારાથી નાનાને ઉતારી પાડવાની વૃત્તિ તમારા મનમાં નહીં જ જાગતી હોય ને ? જો આમાનું કશું પણ થતું હોય તો સમજજો કે તમારા ખેતરમાં તમે બાવળ કરતાંય ભયંકર ઝેરી કાંટા ધરાવતા વૃક્ષનું જંગલ વાવી રહ્યા છો. જ્યારે એ ઊગશે ત્યારે ત્રાહિમામ્ પોકારી ઉઠશો. 44