________________ પેદા કરવી હોય તો તેના માટે રોજ 15-20 મિનિટ કાઢવી પડશે. જીવનમાં તમે પોતે અનુભવેલા ક્રોધના કડવા ફળોને યાદ કરો. પોતાના શુદ્ધ સ્વરૂપને યાદ કરો. પરમ શીતળતા જેનો સ્વભાવ છે તેને ગુસ્સો શી રીતે હોય ? ઉકળાટ શેનો હોય ? આત્માના મૂળભૂત સ્વરૂપને યાદ કરી કરી, તેને અંતરમાં ઘૂંટી-ઘૂંટી ક્રોધ પ્રત્યે હેયપણાનો = ત્યાજ્યપણાનો પરિણામ પ્રગટાવો. તો ધીરે ધીરે ક્રોધ દર્દ તરીકે સંવેદાશે. આ પુસ્તકના માધ્યમે રોજ 15-20 મિનિટ ક્રોધને લગતી વિચારધારાને અંતરથી જો અપનાવશો તો ક્રોધ જીવનમાં ખટકશે. ક્રોધ તમારી નબળી કડી છે, તેવો અંતરથી એકરાર કરો. કોઈ તમારી ભૂલ સૂચવે તો તેનો પ્રેમથી સ્વીકાર કરો. તો જ ખરા અર્થમાં ક્રોધ દર્દ તરીકે અનુભવાયું કહેવાશે. અને ક્રોધ જો દર્દ તરીકે અનુભવાય તો જ ખરા અર્થમાં તેને દૂર કરવાનો પ્રયાસ શરૂ થશે. ટૂંકમાં, આ પેશન્ટ પોલિસી એટલું જ કહે છે કે - જે ખરા અર્થમાં દર્દી બન્યા છે, તેનો રોગ તાત્કાલિક નિવૃત્ત થવા લાગે છે, જો યોગ્ય ચિકિત્સા થાય તો. ક્રોધ માટેની યોગ્ય ચિકિત્સા અત્યાર સુધીમાં ઘણી બતાવી. હવે, જરૂરી છે સાચા અર્થમાં દર્દી બનવાનું. જો ક્રોધના દર્દી બનતા પણ આવડે, ક્રોધના દર્દથી ત્રાસ પણ પ્રગટે તો ય ક્રોધનો અંત હાથવેંતમાં છે. નિષ્કષાયી એવી સિદ્ધાવસ્થા નિકટમાં છે.” પેશન્ટ પોલિસીના આ સંદેશાને વહેલી તકે આત્મસાત્ કરવા દ્વારા ક્રોધમુક્તિને સંપ્રાપ્ત કરી સર્વ કર્મોથી પણ મુક્તિ પ્રાપ્ત કરીએ એ જ ભાવના. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડમ્ પરમ પદની પ્રાપ્તિમાં આ મંગલ નિમિત્ત બની રહો. સર્વત્ર આનંદ-મંગલ વિસ્તરો એ જ શુભભાવના. 414