________________ અબ્રાહમ લિંકન જાહેરમાં પોતાના દુશ્મનોના વખાણ કરી રહ્યા હતા. અબ્રાહમ લિંકનની પ્રશંસક એક બાઈથી આ વાત સહન ન થઈ. સભા બાદ તે લિંકનને મળી અને પૂછ્યું કે “તમે આ શું કરી રહ્યા હતા ? દુશ્મનને ખતમ કરવાના હોય કે આ રીતે છાવરવાના હોય ? તમારા દુશ્મનને જ તમે તમારા હાથે મજબૂત બનાવો છો? આ પ્રશંસા કરવા દ્વારા તમે શું કરતા હતા તેની તમને જાણકારી છે ?' લિંકને શાંતિથી જવાબ વાળ્યો - “હું મારા દુશ્મનોને ખતમ તો કરી રહ્યો હતો !', 'પ્રશંસા કરવા દ્વારા ?", “હાસ્તો', કેવી રીતે ?', “જાહેરમાં આ રીતે તેમની પ્રશંસા કરીશ એટલે તેમની મારા માટેની દુશ્મનાવટની ગાંઠ ઢીલી પડશે, પાતળી પડશે અને એમ કરતા કરતા સમૂળગી નાશ પામી જશે. દુશ્મનમાં રહેલી મારા માટેની દુશ્મનાવટ નાશ પામી એટલે દુશ્મન પણ નાશ જ પામ્યો ને !' કદાચ સામેનો દુશ્મન ન પણ સુધરે તો ય દુશ્મનનો નાશ તો થવાનો જ છે. કારણ કે દુશ્મન બીજું કોઈ નથી. પણ, આપણું પોતાનું દુષ્ટ મન એ જ દુશ્મન છે. જેમ દુર્જન = દુષ્ટ જન થાય તેમ દુશ્મન = દુષ્ટ મન ! દુશ્મનની પણ પ્રશંસા કરવા દ્વારા તમારા મનની દુષ્ટતા, 406